Wednesday, September 22, 2021
Homeઆજથી કારતક મહિનાનો આરંભ, મહત્વ જાણી કરો દાન, નહીં રહે કોઇપણ દુ:ખ
Array

આજથી કારતક મહિનાનો આરંભ, મહત્વ જાણી કરો દાન, નહીં રહે કોઇપણ દુ:ખ

આજથી કારતક કૃષ્ણ પક્ષનો આરંભ થઇ ગયો છે. જોકે, આ તિથિ 13 તારીખની મધ્યરાત્રિથી થઇ રહ્યો છે. પરંતુ ઉદયા તિથિના આધાર પર 14 તારીખથી કારતક મહિનાનો આરંભ માનવામાં આવે છે. વર્ષના 12 મહિનામાંથી કારતકનો મહિનો સૌથી ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે. પુરાણો અનુસાર આ મહિનામાં ભગવાન વિષ્ણુ નારાયણ સ્વરૂપે જળમાં નિવાસ કરે છે. જેથી કારતક કૃષ્ણ પ્રતિપદાથી લઇને કારતક પૂર્ણિમા સુધી નિયમિત સૂર્યોદય પહેલા નદી કે તળાવમાં સ્ના કરવાથી, દૂધથી સ્નાન કરવાથી પૂણ્ય મળે છે.

કારતક મહિનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે કે એક ગણિકા હતી. જવાની ઓછી થવા લાગી તો મૃત્યુ અને તે બાદની સ્થિતિનો વિચાર પરેશાન કરવા લાગ્યો. એક દિવસ તે એક ઋષિની પાસે ગઇ અન તેની મુક્તિનો ઉપાય પૂછ્યો. ઋષિએ ગણિકાને કારતક સ્નાન કરવાનું મહત્વ કહ્યું. ગણિકા રોજ સૂર્યોદય પહેલાથી સ્નાન કરી કિનારે દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવા લાગી. આ પુણ્યના પ્રભાવથી કોઇ પણ કષ્ટ વગર શરીરથી તેના પ્રાણ જતા રહ્યા અને દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ જતી રહી.

કારતક મહિનાના મહિમાનું વર્ણન કરતા એક કથા દેવી રુકમણિની પણ છે. પદ્મ પુરાણ અનુસાર પૂર્વજન્મમાં રુકમણિ ગંગા તટ પર રહેનારી એક વિધવા બ્રાહ્મણી હતી. તે નિયમિત રીતે ગંગા સ્નાન કરીને તુલસીની પૂજા કરતી હતી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી હતી. કાર્તિક મહિનાની ઠંડીમાં એકદિવસ સ્નાન કરીને પૂજા કરવાથી તેને આત્માથી મુક્તિ મળી ગઇ તેમની આત્માની પાસે પુણ્યની એટલી પૂંજી હતી કે તેમણે દેવી લક્ષ્‍મી સાથે સ્થાન પ્રાપ્ત થયું. આ પુણ્યના પ્રભાવથી તે ભગવાન શ્રીકૃષ્ણની પટરાણી બની.

કારતક મહત્વનું વર્ણન કરતા પણ ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાને કહ્યું હતું કે તે પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતી. જીવનભર કારતક મહિનામાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરી તે તુલસીને દીવો કરતી હતી. આ પુણ્યથી સત્યભામાં શ્રીકૃષ્ણનની પત્ની થઇ. ભગવાને કહ્યું કે કારતક મહિનો દરેક મહિના કરતા વધારે પ્રિય છે. જે પણ વ્યક્તિ આ મહિનામાં અન્નદાન, દીપદાન કરે છે તેની પર કુબેર મહારાજની પણ કૃપા થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments