આજે અને આવતીકાલે ફ્રી નેટફ્લિક્સ જોવા માટેનો ‘સ્ટ્રીમ ફેસ્ટ’ શરૂ, આ રીતે ફ્રીમાં લોગઇન કરીને મજા માણો

0
9

જો તમારી પાસે નેટફ્લિકસનું સબસ્ક્રિપ્શન નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. આ પોપ્યુલર OTT પ્લેટફોર્મ પર યુઝર્સ બે દિવસ (5 અને 6 ડિસેમ્બર) યાને કે આજે અને આવતીકાલે બધું જ કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકશે. રસપ્રદ વાત એ છે કે, યુઝર્સને તેના માટે કોઈ અલગથી ચાર્જ નહીં ચૂકવવો પડે. કોઇપણ જાતની ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો પણ આપવાની રહેશે નહીં. દરઅસલ, નેટફ્લિક્સ પોતાના યુઝર્સ વધારવાના હેતુસર આજે અને આવતીકાલે બે દિવસ માટે ‘સ્ટ્રીમ ફેસ્ટ’નું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસ યુઝર્સ મૂવી, વેબ સિરીઝ, ડૉક્યુમેન્ટરી ફિલ્મો સહિતનું નેટફ્લિક્સ પરનું તમામ કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકશે.

ફ્રી લોગઈન કરવાની પ્રોસેસ

આ ઓફર અંતર્ગત નેટફ્લિકસને ફ્રી જોવા માટે Netflix.com/StreamFest પર વિઝિટ કરવાનું રહેશે. અથવા તેની એન્ડ્રોઈડ એપને ડાઉનલોડ કરવી પડશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, નેટફ્લિક્સ અકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, iOS ડિવાઈસ, ગેમિંગ કન્સોલ દરેક જગ્યાએ કન્ટેન્ટ જોઈ શકાશે. તેને સ્માર્ટફોનથી ટીવીમાં કાસ્ટ પણ કરી શકાશે. આ ઑફરનો લાભ લેવા માટે નીચેનાં સ્ટેપ્સને ફોલો કરો…

  • Netflix.com/StreamFest પર વિઝિટ કરો અથવા એન્ડ્રોઈડ એપ ઈન્સ્ટોલ કરો
  • તમારું અકાઉન્ટ નથી તો તમારે સાઈન-અપ કરવાની જરૂર પડશે.
  • તમે Netflix.com/StreamFest પર જઈને રિમાઈન્ડર સેટ કરી શકો છો.
  • Netflixને ફ્રીમાં સ્માર્ટફોન, ટીવી, iOS ડિવાઈસ અને ગેમિંગ કન્સોલ પર તમે જોઈ શકશો.

199 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ થયો

નેટફ્લિક્સે સબસ્ક્રિપ્શન વધારવા માટે 199 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. એન્ડ્રોઈડ અથવા iOS યુઝર્સ એપને ડાઉનલોડ કરીને આ OTT પ્લેટફોર્મને એક્સેસ કરી શકે છે. સામાન્ય રીતે નેટફ્લિક્સ અકાઉન્ટ ક્રિએટ કરતી વખતે યુઝર્સને તેમના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું હોય છે. ભારતમાં નેટફ્લિકસની ટક્કર એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની+હોટસ્ટાર સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here