અમદાવાદ : રામદેવનગર ટેકરા ખાતે દિનદયાલ ક્લિનિક શરૂ : નીતિન પટેલે કહ્યું…….

0
0

આજે અમદાવાદના વાડજ વિસ્તારના રામદેવનગર ટેકરા ખાતે દિન દયાલ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ દિન દયાલ ક્લિનિકની સ્થળ મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગીચ જગ્યાએ વસતા ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારે મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીન દયાલ ક્લિનિક કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

રામદેવનગર ટેકરા સ્થિત દિનદયાલ ક્લિનિકની નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી
રામદેવનગર ટેકરા સ્થિત દિનદયાલ ક્લિનિકની નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી
નાયબ મુખ્યમંત્રી પટેલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર જેવા મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં રોજ કમાઈને ગુજરાન ચલાવતા લોકોને ઘરઆંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે અંદાજપત્રમાં આ યોજના મંજૂર કરી હતી. પરંતું કોરોનાના કપરાકાળમાં આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગો કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતાં જેના પરિણામે હવે સંક્રમણ ઘટતા આ કામગીરીને પ્રાધાન્ય આપીને રાજ્યના મહાનગરો અને નગરોમાં આવા દીન દયાલ ક્લિનિક શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એ માટે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરોને સ્થળ પસંદગી માટે પણ સૂચનાઓ આપી દેવાઈ છે.

 

ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અગ્રીમતાના ધોરણે દિન દયાલ ક્લિનિક શરૂ કરાશે. જેમાં આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાનો સહયોગ લેવાશે. આ દિન દયાલ ક્લિનિકો પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્રો કે હંગામી ધોરણે બાંધકામ કરીને કાર્યરત કરવામાં આવશે. આ ક્લિનિકમાં રોજે સાંજે 4 થી 9 કલાક દરમિયાન ઓ.પી.ડી.દ્વારા એમ.બી.બી.એસ. અને આયુષ ડોક્ટરો દ્વારા વિના મૂલ્યે દર્દીઓને સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવશે. તેમજ આ વેળાએ કોઈ નાગરિકોને ગંભીર બીમારી જણાશે તો સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી સારવાર માટે રીફર કરવામાં આવશે ત્યાં પણ માં યોજના, માં વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં ઝુંપડપટ્ટી, ચાલી વિસ્તારમાં રહેતા લોકોને ગીચ વિસ્તારમાં આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે હાલ કોરોનાના કાળમાં રાજ્ય સરકારે ધન્વંતરી રથનો પ્રયોગ કર્યો જેને અપ્રતિમ સફળતા મળી અને તેના પરિણામે આવા વિસ્તારના લોકોને ઘર આંગણે જ સારવાર મળતાં રાહત થઇ અને કોરોનાના દર્દીઓને શોધવામાં પણ સફળતા મળી ઉપરાંત 104 અને 100ની સેવાઓ દ્વારા પણ સારવાર ઉપલબ્ધ બનાવીને લોકોને હોસ્પિટલમાં જતા બચાવી શક્યા છીએ. આવા ગીચ વિસ્તારોમાં 108 કે રિક્ષાને જવામાં પણ તકલીફ ઊભી થતી હોય છે ત્યારે આવા દિન દયાલ ક્લિનિક કાર્યરત થતા આવા ગરીબ પરિવારોને ઘર આંગણે જ વિનામૂલ્યે સારવાર મળતી થશે. દીન દયાલ યોજના એ રાજ્ય સરકારની કાયમી યોજના છે. જેના થકી આવનાર સમયમાં હજારો નાગરિકોને ઘર આંગણે સારવાર મળશે.

વાડજના રામદેવનગર ટેકરા ખાતે દિનદયાલ ક્લિનિકની સ્થળ મુલાકાતે નીતિન પટેલ ગયા હતા
વાડજના રામદેવનગર ટેકરા ખાતે દિનદયાલ ક્લિનિકની સ્થળ મુલાકાતે નીતિન પટેલ ગયા હતા

 

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શહેરી વિસ્તારોમાં નાગરિકોને સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત કર્યા છે. જેના દ્વારા નાગરિકો સવલતો મેળવી જ રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવા 74 અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે જેનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, એક્સ-રે અને ટેસ્ટ માટે લેબોરેટરીની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવે છે. આવા હેલ્થ સેન્ટર સુધી ન પહોંચી શકે તેવા ગરીબ નાગરિકોને ઘર આંગણે સારવાર માટે દીન દયાલ ક્લિનિક શરૂ કરાનાર છે તે માટે આજે 30 હજારથી વધુ વસ્તી ધરાવતા રામદેવનગર વિસ્તારની સ્થળ પસંદગી માટે આજે આ મુલાકાત કરી છે. આ વિસ્તારમાં પાંચથી વધુ દિન દયાલ ક્લિનિક શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here