નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર સુવિધા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફરી એક વખત સુવિધા શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી હેલિકોપ્ટર સુવિધા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા કરીને પુનઃ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સરકારે ફરી હેલિકોપ્ટરની સુવિધા કરતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની શું છે ખાસિયત
સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો. માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે. પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામળાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી. તો ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા