આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, સીએમ રૂપાણી કરશે આ વિકાસના કામોનું લોકાર્પણ

0
19

અમદાવાદ મ્યુનિ. દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આવતીકાલ તા. 25મીથી શરૂ થતાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે સાંજના 7.30 વાગ્યે થશે. દરમ્યાનમાં શહેરમાં થઇ ગયેલા અને થનારા રૂા. 1050 કરોડનાં વિકાસના કામોનાં લોકાર્પણનો અને ભૂમિપૂજનનો કાર્યક્રમ ઉદ્ઘાટન સમારોહ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ઉપરાંત દર વર્ષથી જેમ રોજેરોજ ભાતીગળ સાંસ્કૃતિક મનોરંજનના કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમો યોજાશે

આ અંગે વિગતો આપતા મેયર બિજલ પટેલ અને કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમ્યાન જાણીતા કલાકારો દ્વારા લોકસંગીત, ડાયરો, લોકનૃત્ય વગેરે કાર્યક્રમો યોજાશે, તેમજ સુફી ગઝલો, ફિલ્મી ગીતો, હાસ્ય દરબાર વગેરે ભાતીગળ કાર્યક્રમો રોજેરોજ યોજાતા રહેશે.

ગોઠવવામાં આવ્યો છે ચુસ્ત બંદોબસ્ત

કાંકરિયાની મુલાકાતે આવનારા લોકો કિડ્સ સિટી, બલુન સફારી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, રાત્રે વિચરણ કરતા પશુ-પક્ષીઓનું નોકર્ટનલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, નગીના વાડી, મ્યુઝીકલ ફાઉન્ટેન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ગ્લાઇડર રાઇડ્ઝ, બેટરી ઓપરેટ કાર, માછલીઘર વગેરેની મોજ પણ માણી શકશે. દર વર્ષે સંખ્યામાં વધારો થતો જતો હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

વિકાસના આ કામોનું લોકાર્પણ

ઉપરાંત લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂા. 511.59 કરોડના કામો, દાણીલીમડા-બહેરામપુરા 30 એમએલડી એસટીપી રૂા. 183.41 કરોડ, કેડિલા બ્રિજથી કોઝી હોટેલ નવી ડ્રેનેજ નખાશે. રૂા. 125.28 કરોડ, ડ્રેનેજ-એસટીપીના અપગ્રેડેશનના કામો રૂા. 83.16 કરોડ, પૂર્વના ડ્રેનેજના કામો રૂા. 71.77 કરોડ, ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજીથી દોડતી ઈલેક્ટ્રીક બસો રૂા. 68 કરોડ વગેરેનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરિયાની હેરિટેજ વેલ્યુની જાળવણી સાથે નવા પગથિયા બનાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here