Home વ્યાપાર બુધવારે શેરબજારની હળવા વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ

બુધવારે શેરબજારની હળવા વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ

0
5

બુધવારે ઘરેલુ શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ મંગળવારના બંધ 38,492ની સામે 38,427 પર ખુલી આ લખાય ત્યાં સુધી 88 અંક અથવા 0.23 ટકા વધીને 38,579 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક લગભગ 25 અંક ગગડીને ખુલ્યા બાદ હાલ 32 અંક અથવા 0.27 ટકા વધીને 11,331 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 115 પોઈન્ટ ઉછળીને 22,220 નજીક ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.63 ટકા અને 0.68 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે એનર્જી સેક્ટરને છોડી લગભગ તમામ સેક્ટર્સમાં ખરીદદારી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે 624 શેર્સમાં તેજી, 312 શેર્સમાં મંદી જોવા મળી છે. જ્યારે લગભગ 54 શેર્સ ફેરફાર વગર ટ્રેડ કરી રહ્યા છે.

કોરોનાના કાળ વચ્ચે ‘અનલોક 3’ને લઈ રોકાણકારોને અપેક્ષા છે કે સરકાર છૂટમાં વધારો કરશે. બીજી તરફ કોરોના વેક્સિનના નિર્માણની દિશામાં સતત પોઝિટિવ પરિણામ સામે આપવા રોકાણકારોની ચિંતા હળવી થઈ છે. તેથી માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ ભારત અને ચીન વચ્ચે તંગદિલીની અસર પણ બજાર પર જોવા મળી રહી છે.

 

Live Scores Powered by Cn24news