શેરબજારની ઘટાડા સાથે શરૂઆત : નિફ્ટી-સેન્સેક્સની હાલત જોઈ રોકાણકારો થયાં સાવધાન.

0
3

આજે, સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મેઈન ઈન્ડેક્સ સેન્સેક્સ 183.10 પોઇન્ટ (0.38 ટકા) ઘટીને 48,072ના સ્તર પર ખુલ્યો છે. સાથે જ વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.40 ટકા (56.90 પોઇન્ટ) ઘટીને 14,096 ના સ્તર પર ખુલ્યો. ગયા અઠવાડિયે સીએસઈ સેન્સેક્સ 895.44 પોઇન્ટ એટલે કે 1.90 ટકા વધ્યો હતો.

આજે 581 શેરોમાં તેજી આવી છે અને 1022 શેર્સ ઘટ્યાં છે. તો વળી 56 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. વિશ્લેષકો ના મતે માર્કેટમાં આગળ વધઘટ થવાનું ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે. યુએસ બજારોમાં ભારે વેચાવને કારણે સ્થાનિક બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એશિયન બજારોની વાત કરીએ તો, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 25.81 પોઇન્ટના ઘટાડાની સાથે 27,447ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ આઠ પોઇન્ટના ઘટાડા સાથે 27,250 પર કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ પાંચ પોઇન્ટ તૂટીને 3,497 પર કારોબાર કરી રહ્યો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે પ્રારંભિક કારોબાર દરમિયાન, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એચડીએફસી, ટીસીએસ અને સન ફાર્મા સિવાય તમામ કંપનીઓના શેર લાલ નિશાન પર ખુલ્યા છે. તેમાં રિલાયન્સ, મારુતિ, અલ્ટ્રેટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ઓએનજીસી, આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here