Friday, December 6, 2024
Homeસ્ટાર્ટઅપ : બેંગલુરુનાં ચાર યુવકોએ પાણીની સમસ્યા દૂર કરવા AI બેઝ્ડ...
Array

સ્ટાર્ટઅપ : બેંગલુરુનાં ચાર યુવકોએ પાણીની સમસ્યા દૂર કરવા AI બેઝ્ડ સિસ્ટમ બનાવી

- Advertisement -

યૂથ ઝોન ડેસ્ક: પાણી એક એવી જીવન જરૂરિયાત જેના વગર જીવન જીવવું અકાલ્પનિક છે. પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આપણો દેશ 180 દેશોમાંથી 133મો ક્રમ ધરાવે છે, જે પ્રતિ વ્યક્તિ 1880 ક્યુબિક મીટર છે. આ પરિસ્થિતિ બતાવે છે કે, વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં અને પાણીના વપરાશનાં યોગ્ય મેનેજમેન્ટમાં આપણે પાછળ રહી ગયા છે. પાણીની અછત ન વર્તાય તે માટે બેંગલુરુના યુવાનોએ સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે. AI એટલે કે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્ટસનાં માધ્યમ દ્વારા આ સિસ્ટમથી પાણીનો વપરાશ, પમ્પમાં રહેલ પાણીનું લેવલ અને પાણીના વિતરણ પર અંકુશ રાખી શકાશે.

એપની મદદથી લાવો સ્માર્ટ સોલ્યુશન
ઘરમાં પાણીનો સંગ્રહ કરવા તેમજ પાણીનો યોગ્ય વપરાશ કરવા માટે બેંગલુરુના ચાર યુવાનો રોહિત નારા, સિદ્ઘાર્થ વૈદ્યનાથ,સોરિશ અને કનિષ અગ્રવાલે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો આવિષ્કાર કર્યો છે. આ સિસ્ટમનની વહેંચણી માટે તેમના દ્વારા વર્ષ 2016માં AGUA કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. આ સિસ્ટમના સરળ ઉપયોગ માટે આ હોંશિયાર વિદ્યાર્થીઓ દ્વારા એક એપ પણ બનાવવામાં આવી છે. જેની મદદથી એક બટનના માધ્યમથી વોટર પમ્પને ઓન-ઓફ કરી શકાય છે.

વાયરલેસ સિસ્ટમથી થશે 40 ટકા પાણીની બચત 
મોટર કંટ્રોલર્સ, અલ્ટ્રાસોનિક સેન્સર્સ અને ફ્લો સેન્સર્સની મદદથી AGUA કંપની દ્વારા પાણીની વહેંચણી પર નિયંત્રણ સાથે જ પાણીના વપરાશની માહિતી મેળવી શકાય છે. જો આવી વાયરલેસ સિસ્ટમ આપના ઘરમાં ઇન્સ્ટોલ કરાવી હોય તો 15-20 હજાર અને જો વાયર સહિતની સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી હોય તો માત્ર 3-5 હજારનો ખર્ચ થાય છે. આટલા ઓછા ખર્ચમાં પાણી સંગ્રહ કરવાની સાથે પાણી પણ બચાવી શકાય છે.

સિસ્ટમ અનેક ફિચર્સથી સજ્જ છે, જે તમારા પૈસા બચાવશે
AGUA કંપની દ્વારા સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમમાં ઓટોમોટેડ વાલ્વ ફીટ કરવામાં આવ્યા છે, જેની મદદથી પાણીના ડિસ્ટ્રીબ્યુશન અને વેસ્ટેજ વોટરનું નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિસ્ટમ દિવસ દરમ્યાન કરવામાં આવતા પાણીનો ઉપયોગ પણ દર્શાવે છે, તેમજ પાણીના સ્ટોરેજની ક્ષમતા અને તેનું આંકલન પણ કરે છે. વધારાના ફિચર્સની વાત કરવામાં આવે તો આ સિસ્ટમ દ્વારા પાણીની પાઇપમાં ભંગાણ, સંગ્રહ ટાંકીમાં પાણીનુ લેવલ, ઓવરફ્લો થતા પાઇપની જાણકારી અને જો કોઇ મોટર કે પાર્ટ્સમાં ખામી હોય તેની જાણકારી પણ સહેલાઇથી મેળવી શકાય છે. AIથી બનેલી આ સિસ્ટમાં રહેલ ફ્લો સેન્સર પાઇપમાં થઇ રહેલ પાણીના ક્ષયની જાણકારી આપશે, જેનો સીધો ફાયદો પાણીની મોટરને કારણે આવતા બિલ પર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular