ભરતસિંહને કોરોના પોઝિટિવ આવતા રાજ્યનું ચૂંટણી પંચ, કોંગ્રેસ ક્વોરન્ટીન, હવે ભાજપના નેતાઓ બાકી

0
9

ગાંધીનગર. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સોલંકીના સંપર્કમાં આવનાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કોંગી ધારાસભ્ય ક્વોરન્ટીન થયા છે. જો કે હજુ સોલંકીના સંપર્કમાં આવેલા ભાજપના નેતાઓ ક્વોરન્ટીન થવાના બાકી છે.

ભરતસિંહના સંપર્કમાં આવનાર કેટલાક ક્વોરન્ટીન

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્ન રાજ્યસભાની ચૂંટણી સમયે કોરોના પોઝિટિવ ભરતસિંહના સંપર્કમાં આવ્યા બાદ આજે ક્વોરન્ટીન થયા છે. ઉપરાંત રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડ્યા પણ ક્વોરન્ટીન થયા છે. ભરતસિંહના કારણે કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ ક્વોરન્ટીન થયા છે.