અમદાવાદ : નવરંગપુરામાં 15 દિવસથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા.

0
2

એક મહિના પહેલા જ ગાંધીનગરના અડાલજ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે હોટલમાં જુગાર રમાડતા નરેશ આહુજાની જુગારીઓ સાથે ધરપકડ કરી હતી. નરેશ આહુજાએ કેસમાં જામીન લીધાં બાદ ફરી નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર કોમ્પ્લેક્સમાં રોજના રૂ. 2000 લેખે 15 દિવસથી દુકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે.

શોપમાં કેસિનોની જેમ બેસવા, કોઈન સહિતની વ્યવસ્થા હતી
(શોપમાં કેસિનોની જેમ બેસવા, કોઈન સહિતની વ્યવસ્થા હતી)

 

નવરંગપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ

પોલીસે 9 જુગારીઓને 67 હજાર રોકડ, 11 મોબાઈલ, અલગ અલગ કલરની 37000 રકમની ટોકન, ચાર વાહન સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. નવરંગપુરા વિસ્તારમાં 15 દિવસથી જુગારધામ ચાલતું હતું છતાં નવરંગપુરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.

ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપમાં જુગારધામ ધમધમતું હતું

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્ટેડિયમ રોડ પર નવનિધી કોમ્પલેક્ષમાં ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપ નામની દુકાનમાં અડાલજમાં હોટલમાં જુગાર રમતા ઝડપાયેલા નરેશ ઉર્ફે સાંઈરામ આહુજાએ ફરી જુગારધામ શરૂ કર્યું છે. જેથી ટીમે દુકાનમાં રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી હતી.

રોજના 2 હજાર રૂપિયાના ભાડે કરાર વગર દુકાન લઈ 15 દિવસથી જુગાર રમાતો હતો
(રોજના 2 હજાર રૂપિયાના ભાડે કરાર વગર દુકાન લઈ 15 દિવસથી જુગાર રમાતો હતો)

 

રોકડ, કોઈન સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસને તેમની પાસેથી 67000 રોકડ, અલગ અલગ કલરના રકમના 37000ના કોઈન, 11 મોબાઈલ અને ચાર વાહન મળી આવ્યા હતા. પોલીસે નરેશ આહુજાની પૂછપરછ કરતા છેલ્લા 15 દિવસથી નવરંગપુરામાં જીગ્નેશભાઈ પટેલને રોજના રૂ. 2000 લેખે ભાડું આપી તેમાં જુગાર રમાડતો હતો. દુકાન ભાડે લેવા અંગે કોઈ કરાર જીગ્નેશભાઈ સાથે કર્યો ન હતો. જુગાર ટોકનથી રમાડે છે. રૂ. 5000ના ટોકન આપે છે.

જુગારીઓને પ્રતિજુગારી રૂ. 100 લઈને આસ્ટોડિયાથી રીક્ષામાં મોકલાતા હતા
(જુગારીઓને પ્રતિજુગારી રૂ. 100 લઈને આસ્ટોડિયાથી રીક્ષામાં મોકલાતા હતા)

 

રીક્ષામાં કેલીઓને આસ્ટોડિયાથી રાજેશ વાણિયો મોકલતો

વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, જુગાર રમવા માટે ખેલીઓને રાજેશ વાણિયો નામનો શખ્સ આસ્ટોડીયા ખાતેથી જુગારીઓને રીક્ષામાં જુગારીઓને મોકલે છે. જુગારી દીઠ 100 રૂપિયા આપે છે. પોલીસ તપાસમાં આ રાજેશ વાણિયાનું 14 દિવસ પહેલા વેજલપુરમાં જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ પકડ્યું હતું તેમાં પણ નામ ખુલ્યું હતું. શહેરમાં રાજેશ વાણિયો મોટા જુગારધામ ચલાવતાં લોકોને જુગારીઓ સપ્લાય કરતો હોવાનુ બહાર આવ્યું છે. પોલીસે હાલ રાજેશ વાણીયાની શોધખોળ શરૂ કરી છે.