ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્યની પોલીસને દરોડા પાડવા આદેશ અપાયા

0
0

અમદાવાદ: રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે રાજ્યની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે.

ફેક્સમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસની તમામ એજન્સીઓ દ્વારા બુટલેગરો, જુગારીઓ તથા શંકાસ્પદ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવે. આ સ્પેશ્યલ ડ્રાઇવ આજે બુધવારથી એક સપ્તાહ સુધી ચાલશે. જ્યાં બુટલેગરો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠની શંકા જણાય ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે.

કામગીરી માત્ર કાગળ પરની કામગીરી બનીને ન રહે

આદેશમાં સુચના આપવામાં આવી છે કે, સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવે અને આ કામગીરી માત્ર કાગળ પરની કામગીરી બનીને ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કામગીરીની તમામ વિગતો દરરોજ સ્ટેટ કંટ્રોલ રૂમને પહોંચાડવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here