પરમવીર સિંહની તપાસ કરવા અસમર્થ હોવાનો પત્ર રાજ્ય પોલીસ સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને લખ્યો

0
0

પરમવીર સિંહની તપાસ કરવા અસમર્થ હોવાનો પત્ર રાજ્ય પોલીસ પ્રમુખ (ડીજીપી) સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને લખ્યો છે. પરમવીરના નવા આરોપ પછી સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીઓએ પરમવીર સિંહની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એ પછી પાંડેને આ પ્રકરણે તપાસ કરવા જણાવાયું હતું. જોકે હવે સંજય પાંડેએ પરમવીરની તપાસ કરવા અસમર્થ હોવાનો પત્ર ગૃહ મંત્રાલયને લખ્યો છે.દરમિયાન આ પત્રને લઈને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પાંડે સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી. જોકે તેમાં અંતિમ ફેંસલો શું લેવાયો તે જાણી શકાયું નહોતું.

રાજ્ય સરકારે પરમવીર સિંહ વિરુદ્ધ શરૂ કરેલા બે પ્રકરણની પ્રાથમિક તપાસનો પરમવીર સિંહે વિરોધ દર્શાવ્યો છે. તેમ જ એના વિરુદ્ધ તેમણે ફરી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે આ સંદર્ભે તાજેતરમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ગંભીર આરોપ કર્યા છે. પરમવીર સિંહે આ વખતે મહારાષ્ટ્રના પોલીસ મહાસંચાલક સંજય પાંડે પર ગંભીર આરોપ કર્યા છે. જો હું ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચુ તો તેઓ મારા વિરુદ્ધ ચાલી રહેલી તપાસ બંધ કરાવશે એવું દબાણ નાખવામાં આવ્યું એમ સિંહે જણાવ્યું છે.

આ સંદર્ભે પરમવીર સિંહે સીબીઆઈને પત્ર પણ લખ્યો છે. માર્ચ મહિનામાં મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી પરમવીર સિંહની બદલી હોમગાર્ડના પોલીસ મહાસંચાલક પદ પર કરવામાં આવી. એ પછી તેમણે રાજ્યના ગૃહ વિભાગના કારભાર પર આંગળી મૂકતા તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કર્યા. તેથી જ તેમને વિના કારણ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેમના વિરુદ્ધ એક પછી એક ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમના પર અનિલ દેશમુખ વિરુદ્ધ લખેલો પત્ર પાછો ખેંચવા માટે સખત દબાણ નાખવામાં આવી રહ્યો હોવાનો આરોપ તેમણે આ અરજીમાં કર્યો છે.

મુંબઈના ક્રિકેટ બુકીનો પરમબીર સિંહ પર વસૂલીનો આરોપ, મુખ્યમંત્રીને પત્ર લખ્યો
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે 100 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો આરોપ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કર્યા બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે પરમવીર પર ક્રિકેટ બુકી સોનુ જાલને નાણાં વસૂલીનો આરોપ કર્યો છે. પરમવીરે વર્ષ 2018માં મારી પર મકોકા લગાવ્યો હતો અને મારી પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા વસૂલ્યા હતા.

ઉપરાંત પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને કોથમિરે સામે પણ ક્રિકેટ બુકી સોનુ જાલને આક્ષેપો કર્યા છે. જાલને રાજ્યના ડીજીપી સંજય પાંડે, ગૃહમંત્રી દિલીપ વળસે- પાટીલ અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર દ્વારા ફરિયાદ કરી છે. જાણવા મળ્યું છે કે પાંડેએ તાત્કાલિક આ મામલો રાજ્ય ક્રાઇમ બ્રાંચને તપાસ માટે સોંપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here