- Advertisement -
- દિગ્વિજયે કહ્યું- લોકોને સમયસર ન્યાય નથી મળતો તેના કારણે લોકોમાં રોષ છે
- અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું- સરકાર વિરૂદ્ધ બોલવાથી એન્ટી નેશનલ કહેવાય છે, ડરવું ન જોઈએ
- ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશે ઈન્દોરમાં પાલિકાના અધિકારીને બેટથી માર્યો હતો
- ભોપાલઃ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓને લઈને ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓને દોષી ગણાવ્યાં છે. દિગ્વિજયે રવિવારે ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું ઉદાહણ આપતાં કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો લિંચિંગ માટે ઉશ્કેરે છે, તેથી આવી ઘટનાઓ વધી રહી છે. આ ઉપરાંત અભિનેત્રી શબાના આઝમીએ ઈન્દોરના એક કાર્યક્રમમાં કહ્યું કે સરાકર વિરૂદ્ધ બોલવાથી તમને એન્ટી નેશનલ કહેવામાં આવે છે પરંતુ આપણે ડરવું ન જોઈએ.
દિગ્વિજયે કહ્યું, “દેશમાં મોબ લિંચિંગના બે કારણો છે. પહેલું એ કે લોકોને યોગ્ય સમયે ન્યાય નથી મળતો તેથી લોકોની અંદર રોષ છે. બીજી બાજુ ભાજપ અન આરએસએસ છે. જેના કાર્યકર્તા લોકોને મોબ લિંચિંગ માટે ઉશ્કેરે છે. આકાશ વિજયવર્ગીયએ કહ્યું હતું અમે પહેલાં આવેદન, નિવેદન અને પછી દનાદન કરીએ છીએ. મોબ લિંચિંગ આ માનસિકતાનું જ પરિણામ છે.”શબાનાએ કહ્યું- આપણે ઘૂંટણિય નથી પડવું: શબાના આઝમીને ઈન્દોરમાં અખિલ ભારત સમાજ સેવિકાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું કે, “આજે જે વાતાવરણ છે તેમાં જરૂરી છે કે આપણે ઘૂંટણિય ન પડવું જોઈએ. આ આપણો દેશ છે અને તેના સારા વિકાસ માટે આપણે તે ખરાબીની વાત કરીશું જે તેને પાછળ લઈ જાય છે. પરંતુ વાતાવરણ કંઈક એવું બની રહ્યું છે ખાસ કરીને સરકાર વિરૂદ્ધ કંઈક કહ્યું તે તમે એન્ટી નેશનલ (દેશદ્રોહી) કરાર થાવ છો. તેનાથી ડરવું ન જોઈએ. આ અંગે હું ફૈઝનો એક શેર સંભળાવીશ- દિલ નાઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ.”આકાશે પાલિકાના અધિકારીને બેટથી માર માર્યો હતોઃ 26 જૂને પાલિકાના અધિકારી ધીરેન્દ્ર બાયસ ટીમની સાથે ઈન્દોરના એક જર્જરિત મકાનને તોડી પાડવા માટે ગયા હતા. આ દરમિયાન ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ સમર્થકોની સાથે ત્યાં પહોંચ્યો હતો. ટીમને કાર્યવાહી કર્યા વગર જવાનું કહ્યું પરંતુ અધિકારીઓએ કાર્યવાહી ચાલુ રાખી હતી જે બાદ ગુસ્સામાં આવેલા આકાશે બેટથી અધિકારીને માર માર્યો હતો. ભાજપ અનુશાસન સમિતિએ આકાશે પાલિકાના અધિકારીને બેટથી માર મારવાના મામલે પોતાની રજૂઆત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહી ચુક્યા છે કે પુત્ર કોઈનો પણ હોય આ પ્રકારની મનમાની અને ઘમંડ સહન નહીં કરી લેવાય