Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝનિવેદન : અફઘાનિસ્તાનમાં ભારતની હાજરીના કારણે પાકિસ્તાનને નુકસાન થયુ

નિવેદન : અફઘાનિસ્તાનમાં ભારતની હાજરીના કારણે પાકિસ્તાનને નુકસાન થયુ

અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરનાર તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેની દોસ્તીને લઈને અમેરિકાએ મહત્વનુ નિવેદન આપ્યુ છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને વિદેશી મામલાઓને લગતી એક સમિતિને જવાબ આપતા કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં ભારતની હાજરીના કારણે પાકિસ્તાનને નુકસાન થયુ હતુ અને ખતરનાક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી હતી.

બીજી તરફ આ સમિતિમાં સામેલ રિપબ્લિકન કોંગ્રેસ સભ્ય માર્ક ગ્રીને કહ્યુ હતુ કે, જે રીતે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યુ છે તે જોતા ભારત સાથે મજબૂત સબંધો માટે ભારતે વિચાર કરવો જોઈએ.

વિદેશી મામલાઓની સમિતિના અન્ય એક સભ્ય બિલ કિટિંગે કહ્યુ હતુ કે, તાલિબાનને ફરી બેઠુ કરવા માટે પાકિસ્તાન 2010થી મદદ કરી રહ્યુ છે. અમેરિકાના સૈનિકોના મોતમાં જે હક્કાની નેટવર્કનો હાથ છે તેને અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ વચ્ચે ગઠબંધન છે.

અન્ય એક સભ્ય સ્કોટ પેરીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન અમેરિકાના કરદાતાઓના પૈસે તાલિબાનનુ સમર્થન કરી રહ્યુ છે અને અમેરિકાએ હવે તેને વધારે પૈસા આપવા જોઈએ નહીં તેમજ તેનો સહયોગી તરીકેનો દરજ્જો પણ પાછો લઈ લેવો જોઈએ.

બ્લિન્કને સાંસદોના સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાનની આગામી દિવસોમાં કેવી ભૂમિકા રહે છે તેના પર  અમેરિકાના પાકિસ્તાન સાથેના સબંધોનો આધાર રહેશે. હાલમાં પાકિસ્તાન એક તરફ તાલિબાનને મદદ કરી રહ્યુ છે અને બીજી તરફ આતંકી ગતિવિધિઓ સામેના અભિયાનમાં આપણને સાથ પણ આપી રહ્યુ છે.

બ્લિન્કને કહ્યુ હતુ કે, અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં વધારે સમય રહી હોત તો પણ ત્યાં કશું બદલાય તેમ ન હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments