નિવેદન / સત્યપાલ મલિક ઉવાચ, પોલીસની જગ્યાએ ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી

0
0

જમ્મૂ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિચિત્ર નિવેદન આપ્યું હતુ. રાજ્યપાલ સત્યપાલ મલિકે કારગીલમાં એક ભાષણમાં જણાવ્યું કે, આંતકીઓએ સેના અને પોલીસની જગ્યાએ ભ્રષ્ટ નેતાઓને મારવા જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓને મારવા જોઈએ. કારણ કે, આ લોકોએ ભેગા મળીને તમારા પ્રદેશને લૂંટ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ સત્યપાલ મલિકનો સંબંધ વિવાદિત નિવેદનોથી રહ્યો છે. તેમની વાતો ઘણીવખત સરકાર માટે સમસ્યા ઉભી કરી ચૂકી છે. ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં મલિક અચાનક ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ આતંકવાદીને મારવામાં આવે છે તો તેઓને દુ:ખ થાય છે અને પોલીસના હિસાબથી માત્ર ઉપલબ્ધિઓમાં વધારો થયો છે.

આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરના ગવર્નરે કહ્યું હતું કે, પોલીસ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી રહી છે. પરંતુ એકપણ જીવ જાય છે ભલે તે આતંકી કેમ ન હોય તો મને તકલીફ થાય છે. રાજ્યપાલના આ પ્રકારના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here