નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો દેખાડો કરી આંતર્રાષ્ટ્રીય સમુદાયવે દગો દેવાની કોશિષ કરી રહ્યું છે. પાકિસ્તાને મુંબઇ હુમલાના સૂત્રધાર આતંકવાદી હાફિઝ સઇદ સહિત 12 આતંકી જૂથ વિરુદ્ધ કાર્યાવાહી કરવાનો દાવો કર્યો હતો. આ મુદ્દે વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાને આ આતંકી જૂથો પર ટેરર ફંડીગને લગતા 23 કેસ નોંધાવ્યા છે
અમને મૂર્ખ બનાવવાની કોશિષ ન કરો: વિદેશ મંત્રાલય
બીજી તરફ આતંક વિરુદ્ધ કાર્યાવાહી કરવાનું આંતર્રાષ્ટ્રીય સ્તર પર દબાણ પાકિસ્તાન પર વધી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- પાકિસ્તાન અમને મૂર્ખ બનાવવાની કોશિષ ન કરે. કુમારે પાક.ના એ દાવાઓને પણ ફગાવી દીધા જેમાં કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં નથી. કુમારે કહ્યું કે દાઉદ ક્યાં છૂપાયેલો છે એ સૌ જાણે છે. પાકિસ્તાન કાઉંટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે(સીટીડી) હાફિઝ અને તેના 12 સાથીઓ વિરુદ્ધ ટેરર ફંડીગના 23 કેસ નોંધ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો ટ્રસ્ટથી રકમ મેળવીને તેનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓને વધારવામાં કરતા હતા.