સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ક્ષતિના કારણે અચાનક 4500 મેગાવોટનો લોડ ડ્રોપ થવાથી 400 કેવીની વીજ લાઈનો ટ્રિપ થઈ હતી અને તેનાથી દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ હીટવેવ વચ્ચે વીજ કટોકટી સર્જાઈ હતી. જેની વચ્ચે માર્ચ મહિનાની શરૂઆતમાં જ હીટવેવના કારણે રાજ્યની વીજ માગ પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી છે. હીટવેવ શરૂ થયા બાદ તા.10 માર્ચે જ ગુજરાતની વીજ માગ 23594 મેગાવોટ થઈ હતી. ઉપરાંત માર્ચ મહિનાના અંત સુધીમાં વીજ માગ 24000 મેગાવોટ સુધી પહોંચશે તેવું પણ અનુમાન થઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં માર્ચ મહિનામાં ક્યારેય આટલી વીજ માગ નોંધાઈ નથી.
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે તા.1 માર્ચના રોજ રાજ્યની વીજ માગ 22722 મેગાવોટ હતી અને હીટવેવ શરૂ થવાના કારણે વીજ માગ તા.10 માર્ચે વધીને 23594 મેગાવોટ પર પહોંચી ગઈ હતી. ગત વર્ષે તા.10 માર્ચના રોજ રાજયની વીજ માગ 19725 મેગાવોટ હતી. આમ ગત વર્ષના મુકાબલે આ વર્ષે વીજ માગમાં સીધો 4000 મેગાવોટ જેટલો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ અગાઉના વર્ષો કરતા વધારે વીજ માગ નોંધાઈ હતી. જ્યારે માર્ચ મહિનામાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
ઉનાળો વહેલો શરૂ થઈ ગયો હોવાથી તેમજ રાજ્યમાં વધી રહેલી ઔદ્યોગિક તથા આર્થિક પ્રવૃત્તિઓ, લોકોના ઘરમાં વધી રહેલા વીજ ઉપકરણો અને તેના વપરાશના કારણે એપ્રિલ અને મે મહિનામાં પણ વીજ માગનો નવો રેકોર્ડ સર્જાય તેવી શક્યતા છે.
માર્ચ મહિનામાં વીજ માગની સરખામણી
તારીખ |
માર્ચ-23 |
માર્ચ-24 |
માર્ચ-25 |
1 માર્ચ |
18369 |
20795 |
22722 |
2 માર્ચ |
19017 |
19992 |
21397 |
3 માર્ચ |
19267 |
17203 |
22740 |
4 માર્ચ |
19464 |
18575 |
21550 |
5 માર્ચ |
18218 |
18860 |
20457 |
6 માર્ચ |
18975 |
18569 |
22200 |
7 માર્ચ |
16380 |
19566 |
22488 |
8 માર્ચ |
14575 |
19325 |
23144 |
9 માર્ચ |
16634 |
19371 |
22248 |
10 માર્ચ |
17791 |
19725 |
23594 |