અમેરિકામાં 2000 લોકોએ ઘેરાવો કરતાં કોલંબસની મૂર્તિઓ હટાવવામાં આવી

0
7

શિકાગો. અમેરિકાના ઈલિનોય રાજ્યના શિકાગો સ્થિત ગ્રાન્ટ પાર્કમાં સ્થાપિત ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવા ફરી દેખાવો કરાયા હતા. મેયર લૉરી લાઈટફૂટે તેને હટાવવાનો વાયદો કર્યો હતો પણ કાર્યવાહી ન કરાતાં સ્થાનિકો નારાજ થયા હતા. ગુરુવારે 2000થી વધુ લોકોએ ગ્રાન્ટ પાર્ક ખાતે એકઠા થઈ જોરદાર દેખાવ કર્યા હતા. તેના પછી રાત્રે લોગાન સ્ક્વેર સ્થિત મેયરના ઘરનો ઘેરાવો કરાયો. તે પછી મેયર કોલંબસની મૂર્તિ હટાવવાનો આદેશ આપવા મજબૂર થયા હતા.

( ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવામાં આવી. )

બે મહિનામાં 200થી વધુ મૂર્તિઓ હટાવાઈ

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડના મૃત્યુ બાદ શરૂ થયેલા દેખાવો પછી મેના અંતથી અત્યાર સુધીમાં 200થી વધુ મૂર્તિઓ, સ્મારકો હટાવી લેવાયાં હતાં. તેમાં અમુક ઐતિહાસિક સ્માકરો પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here