Monday, December 5, 2022
Homeજો તમારે સફળતા જાળવી રાખવી હોય તો આ ચાર દુર્ગુણોથી દૂર રહો
Array

જો તમારે સફળતા જાળવી રાખવી હોય તો આ ચાર દુર્ગુણોથી દૂર રહો

- Advertisement -

જો તમારે સફળતા જાળવી રાખવી હોય તો આ ચાર દુર્ગુણોથી દૂર રહો

 

અહંકાર

કહેવાય છે કે, સફળતા મળ્યાં પછી વ્યક્તિને અહંકાર આવી જાય છે. સફળતાનો નશો મન પર હાવી થઈ જાય છે. તમને લાગે છે કે, દુનિયામાં તમારાં જેવું કોઈ નથી. સફળતા મળવાથી ખુશ થવું જોઈએ, પણ એનો મદ ન ચડવો જોઈએ. જો એકવાર મનમાં રાઈ ભરાઈ જશે, તો તમને પ્રાપ્ત થયેલી સફળતા ક્ષણભંગુર પુરવાર થશે. અહંકાર એક નકારાત્મક લાગણી છે, જેનાથી તમે તમારી જાત પર જ કુહાડી મારો છો.

કોઈને દુઃખ ન પહોંચાડો

જીવનમાં કોઈને દુઃખ પહોંચાડવું સૌથી મોટો અધર્મ છે. શક્ય હોય એટલું કોઈનું સારું કરો. કોઈની મદદ કરો. તમારાથી કોઈ રીતે મદદ ન થઈ શકે, તો પણ કોઈને દુઃખ થાય એવું તો ન જ કરો. સફળતા મેળવવા માટે તમારી લાઇન મોટી કરો, પણ બીજાની લાઇન નાની ન કરો. એનાથી લાંબા ગાળે તમને જ નુકસાન થશે. તમારી કુશળતા વધવાથી તમને ફાયદો થશે. પણ બીજાને નુકસાન કરીને આગળ વધવાથી સંપૂર્ણ સમાજને નુકસાન થશે. સફળતા મળ્યાં પછી વાણીવર્તન પર નિયંત્રણ રાખો, કારણ કે અજાણતા પણ તમે અન્યને દુઃખ પહોંચાડો એવું બની શકે છે.

આઇ એમ ધી બેસ્ટની ભાવના છોડો

તમે પોતાને સમજું વ્યક્તિ સમજી શકો છો, પણ બીજાને મૂર્ખ ન ગણી શકો. ચીનનાં પ્રસિદ્ધ ફિલોસોફર લાઓ ત્સેએ બહુ સરસ કહ્યું છે કે, જે પોતાને દુનિયાની સૌથી હોંશિયાર વ્યક્તિ સમજે છે એ મહામૂર્ખ છે અને જે દુનિયામાં પોતાને સૌથી પાગલ સમજે છે, બુદ્ધુ સમજે છે એ સૌથી સમજુ છે. કહેવાનો અર્થ છે છે કે, તમે સમજો છો એટલા લોકો મૂર્ખ હોતા નથી. કોઈની ક્ષમતાને ઓછી આંકવી નરી મૂર્ખતા છે. આવું કરવાથી તમે બીજા લોકોની નજરમાંથી તમારા પ્રત્યેનું માન ગુમાવો છો.

ખરાબ વ્યવહાર ન કરો

સફળતા મળી ગયા પછી તમે સાતમા આસમાનમાં વિહરવા લાગશો તો તમારી અંદર અભિમાન આવી જશે. તમે તુંડમિજાજી બની શકો છો અને અન્ય લોકો સાથે તમારો વ્યવહાર ખરાબ થઈ શકે છે. કહેવાય છે કે, જેમ જેમ વૃક્ષ વધે છે એમ એ નમતું જાય છે. નમ્રતા સૌથી મોટો સદગુણ છે. જીવનમાં સફળતાની સાથે નમ્રતા વધે એ જરૂરી છે. જાણેઅજાણે કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરો. કોઈ તમારી સાથે અગાઉ ખરાબ વ્યવહાર કર્યો હોય તો એને પણ ભૂલી જાવ અને આગળ વધો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular