Monday, October 18, 2021
Homeબનાસકાંઠા : લાખણીમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી મુદ્દે હોબાળો
Array

બનાસકાંઠા : લાખણીમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી મુદ્દે હોબાળો

લાખણી : કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે જે અનુસંધાને લાખણી સહિત જિલ્લામાં નાફેડ દ્વારા મગફળી બાદ હવે રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લાખણી તાલુકામાં આ વખતે શિયાળુ સીઝનમાં રાયડાનું મોટાપાયે વાવેતર થયું છે તેથી ખરીદ પ્રક્રિયા શરૂ થતાં જ ખેડૂતોએ ગઈકાલે ઓનલાઈન ફોર્મ ભરવા ભારે ઘસારો કરી દીધો હતો. પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા મંદ ગતિએ ચાલતા લાઈનમાં ઉભા રહીને કંટાળેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. તેથી સ્થિતિ વિકટ બનતા નાફેડના અધિકારીઓને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તેથી દોડી આવેલી પોલીસે ભારે સમજાવટ બાદ મામલો માંડ થાળે પાડ્યો હતો. પરંતુ રાયડાની ખરીદીના પ્રથમ દિવસે જ અંધાધૂંધી થતા અધિકારીઓ અને ખેડૂતો માટે  પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. નારાજ ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઝડપ સાથે રાયડાની  ખરીદી પારદર્શી કરવાની માંગ કરી હતી.

જિલ્લામાં અગાઉ મગફળી ખરીદીમાં પણ ગેરરીતીઓની રાડ ઉઠી હતી ત્યારે હવે રાયડાની ખરીદીમાં તેનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર સજાગતા દાખવે તે જરૂરી છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments