ઘર બેઠા અભ્યાસ : ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયનું શિક્ષણ બોર્ડની ‘You Tube’ ચેનલ થકી નિહાળી શકશે

0
38

ગાંધીનગર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધો.9 થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને  BISAG મારફતે ‘ વંદે ગુજરાત ’ ચેનલ નં. 9 થી 12 પર પ્રસારિત થાય છે. જે DD ફ્રી ડીશ પર નિહાળી શકાય છે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી આ કાર્યક્રમનો લાભ મળે તે હેતુથી બોર્ડની You Tube ચેનલ ( GSHSEB ) માં આ ધોરણોના પ્રકરણવાર મુખ્ય વિષયોના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા વિષય વસ્તુની સમજ કેળવાય તેવા શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાયા છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી શકે છે.

હાલમાં સમગ્ર દેશમાં COVID-19 ના આ સંક્રમણમાં જયારે દેશમાં લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ રાજ્ય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ – 8 ના વિદ્યાર્થીઓ ધોરણ-9 માં, ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ ધોરણ-10 માં અને ધોરણ -11 ના વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ માં પ્રવેશ મેળવેલ છે.જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની You Tube ચેનલ (GSHSEB )માં જઈને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર એપિસોડમાં અભિવ્યક્ત કરવામાં આવેલ વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે અને વારંવાર મહાવરો કરી શકશે .

વધુમાં રાજ્ય સરકાર દ્વારા પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠ્યપુસ્તકોની સોફ્ટ કોપી પાઠ્યપુસ્તક મંડળની http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેનો પણ ઉપયોગ કરીને આ સમય ગાળાનો સદઉપયોગ કરી શકાય તેમ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here