અમદાવાદ : માતા અજમેર જતા ઘરમાં એકલી રહેલી 18 વર્ષની પુત્રી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું

0
25

અમદાવાદ: શહેરના ફતેહવાડી વિસ્તારમાં પિતા-પુત્રીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ 18 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી પિતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

દીકરીએ તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી

ફતેહવાડી વિસ્તારમાં મહંમદે (નામ બદલ્યું છે) બીજા લગ્ન કર્યા હતા. તેની પત્નીને પહેલા પતિથી એક પુત્રી છે હાલમાં જેની ઉંમર 18 વર્ષ છે. 15 દિવસ પહેલા મહંમદની પત્ની અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ હતી. પિતા અને પુત્રી ઘરે એકલા હતા. જેનો લાભ લઇ મહંમદે તેબી સાવકી પુત્રી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ બાદ યુવતીએ તેની સાથે થયેલી આ ઘટના બાબતે તેની માતાને વાત કરી હતી. જેથી આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાવકા પિતાને ઝડપવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here