સ્ટીવ સ્મિથ કેન વિલિયમ્સનને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચ્યો, કોહલીથી માત્ર 9 પોઇન્ટ દૂર

0
0

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને આઈસીસીએ જાહેર કરેલા ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. તે કિવિઝના કેપ્ટન કેન વિલિયમ્સનને પાછળ છોડીને બીજા સ્થાને આવી ગયો છે. ભારતીય કપ્તાની વિરાટ કોહલી 922 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. સ્મિથ કોહલીથી માત્ર 9 પોઇન્ટ પાછળ છે. સ્મિથે લોર્ડ્સ ખાતે એશિઝની બીજી ટેસ્ટમાં 92 રન કર્યા હતા. તે પહેલા પ્રથમ ટેસ્ટમાં તેણે બંને દાવમાં સદી ફટકારી હતી. એક વર્ષના પ્રતિબંધ છતાં સ્મિથની રમતમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જો તે વધુ એક સારી ઇનિંગ્સ રમે તો કોહલીને રિપ્લેસ કરીને વર્લ્ડ નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની શકે છે.

બોલર્સમાં કમિન્સ પ્રથમ સ્થાને યથાવત

  • બોલર્સ રેન્કિંગમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. તેણે પોતાના કરિયરનું શ્રેષ્ઠ રેટિંગ મેળવ્યું છે. તેના 914 પોઈન્ટ્સ છે. દક્ષિણ આફ્રિકાનો કગીસો રબાડા 851 પોઈન્ટ્સ સાથે બીજા અને ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 823 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.
  • ટ્રેવિસ હેડના બે સ્થાનનો ફાયદો થતા તે 18મા ક્રમે આવી ગયો છે, જયારે માર્ન્સ લબુચાને 16 સ્થાનના ફાયદા સાથે 82 ક્રમે આવી ગયો છે. બેન સ્ટોક્સ 6 સ્થાનના ફાયદા સાથે 26મા ક્રમે, જોની બેરસ્ટો સાત સ્થાનના ફાયદા સાથે 30મા ક્રમે અને રોરી બર્ન્સ 17 સ્થાનના ફાયદા સાથે 64મા ક્રમે આવી ગયો છે.
  • શ્રીલંકાનો કેપ્ટન દિમૂઠ કરુણારત્ને કિવિઝ સામેની 122 રનની ઇનિંગ્સ થકી ટોપ-10 બેટ્સમેનોમાં આવી ગયો છે. ચાર સ્થાનના ફાયદા સાથે તે આઠમા ક્રમે છે. લોર્ડ્સ ખાતે ડેબ્યુ કરનાર જોફ્રા આર્ચર 83મા ક્રમે છે.

ટેસ્ટમાં ટોપ-5 બેટ્સમેન:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 વિરાટ કોહલી ભારત 922
2 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 913
3 કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 887
4 ચેતેશ્વર પુજારા ભારત 881
5 હેનરી નિકોલસ ન્યૂઝીલેન્ડ 770

ટોપ-5 બોલર્સ:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 914
2 કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા 851
3 જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડ 823
4 વરનોન ફિલેન્ડર દક્ષિણ આફ્રિકા 813
5 રવિન્દ્ર જાડેજા ભારત 794

ટોપ-5 ઓલરાઉન્ડર્સ:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 439
2 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 399
3 રવિન્દ્ર જાડેજા ભારત 387
4 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 367
5 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 339

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here