ચોથી એશીઝ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, સ્ટીવન સ્મિથની વાપસી

0
30

એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ ૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં સ્ટીવન સ્મિથ અને ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની વાપસી થઈ છે, જ્યારે ઉસ્માન ખ્વાજા જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. અત્યાર સુધી ૩ મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે ઉસ્માન ખ્વાજાને ચોથી ટેસ્ટથી બહાર કરી દેવામાં અવ્યા છે. ઉસ્માન ખ્વાજા છેલ્લી ત્રણ મેચની ૬ ઇનિંગમાં ૨૦.૩૩ ની એવરજથી માત્ર ૧૨૨ રન બનાવી શક્યા છે. જેમ્સ પેન્ટીસનને પણ આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, સ્ટીવન સ્મિથ બીજી ટેસ્ટ દરમિયાન જોફ્રા આર્ચરની બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેના કારણે તે ત્રીજી મેચ રમી શક્યા નહોતા. ત્યાર બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, સ્ટીવન સ્મિથ ચોથી ટેસ્ટ પણ રમશે નહીં, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે અને ટીમના ભાગ છે. તેમની જગ્યાએ ત્રીજી ટેસ્ટમાં માર્નસ લેબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. માર્નસ લેબુશેને સ્ટીવન સ્મિથની ગેરહાજરીમાં ત્રણ ઇનિંગોમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. જેનાથી તેમને ચોથી ટેસ્ટમાં બેટ્સમેન તરીકે જગ્યા બનાવી લીધી છે.

મિચેલ સ્ટાર્ક અને પીટર સીડલમાંથી કોઈ એક બોલર જ પ્લેઇંગ ઈલેવનમાં પોતાની જગ્યા બનાવી શકશે. એશીઝ સીરીઝમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી ચુક્યા છે. જેમાંથી બંને ટીમોએ ૧-૧ મેચ જીતી છે જ્યારે એક મેચ ડ્રો રહી હતી. હવે ચોથી ટેસ્ટ જીતવા માટે બંને ટીમોની વચ્ચે કડી સ્પર્ધા જોવા મળી શકે છે.

ચોથી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ૧૨ સભ્યોની ટીમ આ પ્રકાર છે : ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, ટીમ પેન (કેપ્ટન), ટ્રેવીસ હેડ, માર્કસ હેરીસ, મેથ્યુ વેદ, માર્નસ લેબુશેન, મિચેલ સ્ટાર્ક, પીટર સીડલ, નાથન લિયોન, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here