શેર બજારમાં ઉછાળો, 282 પોઈન્ટ પર બંધ થયો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ તેજી

0
4

સકારાત્મક વૈશ્વિક સંકેતો અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને કારણે શેર બજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.65 ટકા વધીને 282.29 પોઇન્ટના વધારા સાથે 43882.25 પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.68 ટકા (87.35 પોઇન્ટ) વધીને 12859.05 ની સપાટીએ બંધ રહ્યો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે બજાજ ફિનઝર્વ, ટાઇટન, ગેઇલ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, આઈડીસીંડ બેંક, એક્સિસ બેંક અને સન ફાર્મા લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા અને મીડિયા સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. આમાં એફએમસીજી, આઈટી, પીએસયુ બેંકો, બેંકો, ખાનગી બેન્કો, ફાઇનાન્સ સેવાઓ, રિયલ્ટી, મેટલ અને ઓટોનો સમાવેશ થાય છે.