Monday, October 18, 2021
Homeશેરબજારની શરૂઆતમાં ઉછાળો, સેન્સેક્સ 44,755 સાથે નિફ્ટી 61 પોઇન્ટ પલ્સ
Array

શેરબજારની શરૂઆતમાં ઉછાળો, સેન્સેક્સ 44,755 સાથે નિફ્ટી 61 પોઇન્ટ પલ્સ

સ્થાનિક શેરબજારમાં આજે ખુલતાની સાથે ખુશીનો માહેલ જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં તેજી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +232.43 પોઇન્ટ એટલે 0.52% ટકાના વધારા સાથે 44,755.45 પર આગળ વધી રહ્યો છે. તેમજ નિફ્ટી +61.45 પોઇન્ટ એટલે 0.47% ટકાના ઉછાળા સાથે 13,116.60 પર વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે એચડીએફસી બેંક, ડોક્ટર રેડ્ડી, રિલાયન્સ, ગ્રાસિમ અને પાવર ગ્રીડની શરૂઆત તેજી સાથે છે. તેમજ નેસ્લે ઇન્ડિયા, એમ એન્ડ એમ, મારુતિ, ગેઇલ અને હિંડાલ્કોના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખૂલ્યા છે. જેમાં ફાઇનાન્સ સેવાઓ, બેંકો, ખાનગી બેંકો, રિયલ્ટી, આઇટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેંકો, મેટલ અને મીડિયા શામેલ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments