Wednesday, April 17, 2024
HomeબિઝનેસBUSINESS: કડાકા સાથે બંધ થયુ શેરબજાર, સેન્સેક્સ 73,968 અંક પર બંધ

BUSINESS: કડાકા સાથે બંધ થયુ શેરબજાર, સેન્સેક્સ 73,968 અંક પર બંધ

- Advertisement -

મંગળવારનો કારોબાર ભારતીય શેરબજાર માટે અમંગળ સાબિત થયો છે. સવારે લાલ નિશાનમાં ખુલ્યા બાદ લાલ નિશાને જ માર્કેટ બંધ થયુ હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 111 પોઈન્ટના ઘટાડા સાથે 73,903 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8.70 પોઈન્ટના ઘટાડા સાથે 22,453 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હોવા છતાં શેરબજારની માર્કેટ મૂડીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 395.67 લાખ કરોડ પર બંધ થયું હતું. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 393.15 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.52 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.

આજના કારોબારમાં ઓટો, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી ઈન્ફ્રા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે હેલ્થકેર, આઈટી, ફાર્મા અને બેન્કિંગ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ 567 પોઈન્ટના ઉછાળા સાથે 49,479 પર બંધ રહ્યો હતો.સ્મોલકેપ ઈન્ડેક્સ 192 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

આજના ટ્રેડિંગમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.95 ટકા, નેસ્લે 1.42 ટકા, ટાટા મોટર્સ 1.23 ટકા, SBI 1.21 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.11 ટકા, ટાટા સ્ટીલ 0.95 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે કોટક મહિન્દ્રા 1.84 ટકાના ઘટાડા સાથે, સન ફાર્મા 0.90 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular