શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સમાં ઘટાડો તો નિફ્ટીમાં મામૂલી તેજી

0
7

મિશ્ર વૈશ્વિક સંકેતોને પગલે સપ્તાહના ચોથા કારોબારના દિવસે ગુરુવારે શેરબજાર સપાટ સ્તર પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 8.10 પોઇન્ટ (0.02 ટકા) ના ઘટાડેથી 46,658.36 ની નીચી સપાટીએ ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.40 પોઇન્ટ વધીને 13,683.10 ના સ્તર પર શરૂ થયો.

દિગ્ગ્જ શેરોની વાત કરીએ તો ઓએનજીસી, શ્રી સિમેન્ટ, પાવર ગ્રીડ, ડિવીઝ લેબ અને હિંડાલ્કોના શેર આજે પ્રારંભિક કારોબાર દરમિયાન લીલા નિશાન પર ખુલ્યા. હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા, વિપ્રો અને ટેક મહિન્દ્રા લાલ નિશાન પર શરૂ થઈ.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બેંક, આઈટી, એફએમસીજી અને પીએસયુ બેંક સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર ખુલ્યા છે. આમાં ફાઇનાન્સ સેવાઓ, ફાર્મા, ખાનગી બેન્કો, રિયલ્ટી ઓટો, ધાતુઓ અને મીડિયા શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here