શેરબજાર : નિફ્ટી 79 અંક ઘટી 14666 પર કારોબાર ,1469 શેરમાં વધારો અને 799માં ઘટાડો

0
4

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 353 અંક ઘટી 49500 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 79 અંક ઘટી 14666 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર 2398 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે. 1469 શેરમાં વધારો અને 799માં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 201.41 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 19 માર્ચે 203.44 લાખ કરોડ રૂપિયા રહી હતી.

જાપાન અને હોંગકોંગના બજારોમાં ઘટાડો
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 572 અંક એટલે કે 1.92 ટકા ઘટી 29920 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં 81 અંક એટલે કે 0.28 ટકાનો ઘટાડો આવ્યો છે, ઈન્ડેક્સ 28909 પર આવી ગયો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં હલકો વધારો છે. આ રીતે ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝમાં પણ વધારો છે.

અમેરિકાના બજારમાં સપાટ કારોબાર
US અમેરિકી બોન્ડ યીલ્ડ અને મોંઘવારીના કારણે છેલ્લા થોડા દિવસમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. 19 માર્ચે S&P 500 ઈન્ડેક્સ 2.36 નીચે 3913 પોઈન્ટ પર આવી ગયો. આ રીતે ડાઉ જોન્સ પણ 234 અંકના ઘટાડા સાથે 32628 પર બંધ છે. બીજી તરફ નેસ્ડેક ઈન્ડેક્સ 0.76 ટકા વધી 13215 અંક પર બંધ થયો હતો. આ પહેલા યુરોપિયન માર્કેટમાં ભારે વેચવાલી રહી. તેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેર બજાર સામેલ છે, જે 1-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

19 માર્ચે શેરબજારમાં સતત 5 દિવસના ઘટાડા પછી વધારો રહ્યો
શેરબજારમાં 19 માર્ચે સતત પાંચ દિવસના ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 641 અંકના વધારા સાથે 49858.24 પર અને નિફ્ટી પણ 186 ઉપર 14744.00 પર બંધ થયો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1418.43 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 559.62 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here