શેરબજાર : આજે સેન્સેક્સ 244 અને નિફ્ટી 65 અંક વધારા સાથે ખૂલ્યા

0
0

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર વધારા સાથે ખૂલ્યું હતું. આજે સેન્સેક્સ 244 અને નિફ્ટી 65 અંક વધારા સાથે ખૂલ્યા હતા. જોકે પછીથી વૈશ્વિક સેન્સેક્સ 722 અંક અને નિફ્ટી 240 અંક ઘટ્યો હતો. હાલ સવારે 11.23 કલાકે સેન્સેક્સ 349 અંક ઘટી 51973 પર કારોબાર કરી રહ્યો છે. જોકે 122 અંક ઘટી 15568 પર કારોબાર કરી રહ્યો છે.

ONGC, SBI, પાવર ગ્રિડ કોર્પના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ONGC, SBI, પાવર ગ્રિડ કોર્પ, NTPC, M&M સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 3.20 ટકા ઘટી 121.00 પર કારોબાર કરી રહ્યો છે. SBI 3.07 ટકા ઘટી 407.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, HUL, બજાજ ફિનસર્વ., ઈન્ફોસિસ, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 0.93 ટકા વધી 4096.85 પર કારોબાર કરી રહ્યો છે. HUL 0.54 ટકા વધી 2430.00 પર કારોબાર કરી રહ્યો છે.

ગૌતમ અદાણીની ઘણી કંપનીઓના શેરમાં આજે પણ ઘટાડો નોંધાયો
બીજી તરફ, બિઝનેસમેન ગૌતમ અદાણીની ઘણી કંપનીઓના શેરમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. અદાણી પાવર લિમિટેડના શેરમાં 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેરમાં 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5 ટકા અને અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેરમાં 5 ટકા ઘટાડો છે

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 17 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 879.73 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 45.24 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 178 અંક ઘટી 52323 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 76 અંક ઘટી 15691 પર બંધ થયો હતો.

જાપાન અને હોંગકોંગનાં બજારમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 89 પોઈન્ટ ઉપર 29104 પર કારોબાર કરી રહ્યો છે. ​​​​
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 12 અંકના ઘટાડા સાથે 3513 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 198 પોઈન્ટ પર 28704 પર કારોબાર કરી રહ્યો છે.​​​​​​
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 33 અંકના વધારા સાથે 3268 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 33 પોઈન્ટ પર 7634 પર પહોંચી ગયો છે.

અમેરિકાનાં બજાર ઘટાડા સાથે બંધ
ગુરુવારે અમેરિકાનાં બજાર ઘટાડા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.62 ટકા ઘટીને 210.22 અંક નીચે 33823.40 પર બંધ થયું હતું, જોકે નેસ્ડેક 0.87 ટકાના વધારા સાથે 121.67 અંક ઉપર 14161.30 પર બંધ થયું. S&P 500 ઈન્ડેક્સ 1.84 પોઈન્ટ નીચે 4221.86 પર બંધ થયુ હતું. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીનાં બજાર ઘટાડા સાથે બંધ થયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here