શેરબજાર : સેન્સેક્સે આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવી, નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો

0
0

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવી છે. સવારે 10.15 કલાકે સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021ના રોજ સેન્સેક્સ 52,000ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. આ દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPIs)એ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. 15 ફેબ્રુઆરીના રોજ વિદેશી રોકાણકારોએ 1234 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા
સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, TCS સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી 3.79 ટકા વધી 7163.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.69 ટકા વધી 641.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો. રેડ્ડી લેબ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 0.34 ટકા ઘટી 5261.55 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 0.34 ટકા ઘટી 6095.35 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં મજબૂતાઈ
હોંગકોંગના હેંગસેગને બાદ કરતા મોટાભાગના એશિયાઈ બજારોમાં મજબૂતાઈ છે. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં લગભગ ત્રણ ટકાનો ઉછાળો છે. કોરિયાના કોસ્પી અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ એક ટકાની મજબૂતાઈ છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીમાં લગભગ દોઢ ટકાનો ઉછાળો આવ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 230 અંક વધી બંધ રહ્યો
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 230 અંક વધી 52,574 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 63 અંક વધી 15,746 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર NTPC, ટાઈટન કંપની, SBI, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. NTPC 3.87 ટકા વધીને 117.95 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.87 ટકા વધીને 1740.85 પર બંધ રહ્યો હતો. જોકે મારુતિ સુઝુકી, TCS, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. મારુતિ સુઝુકી 0.82 ટકા ઘટીને 6901.50 પર બંધ રહ્યો હતો. ટીસીએસ 0.74 ટકા ઘટીને 3272.45 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 18 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2680 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 446 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here