Saturday, September 25, 2021
Homeશેરબજાર : સેન્સેક્સ 124 અંક ઘટીને 52852 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી...
Array

શેરબજાર : સેન્સેક્સ 124 અંક ઘટીને 52852 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 32 અંક ઘટીને 15824 પર બંધ રહ્યો

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 124 અંક ઘટીને 52852 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 32 અંક ઘટીને 15824 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.46 ટકા વધીને 13525.35 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.55 ટકા વધીને 7605.05 પર બંધ રહ્યો હતો. જોકે SBI, રિલાયન્સ, M&M, ટેક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. SBI 1.36 ટકા ઘટીને 423.30 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.31 ટકા ઘટીને 2077.70 પર બંધ રહ્યો હતો.

એશિયામાં મિશ્ર વલણ
આજે એશિયાના બજારોમાં મિશ્ર વલણ રહ્યું. જાપાનના નિક્કેઈમાં 1.02 ટકા ઉછાળો આવ્યો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 2.34 ટકા ઘટી બંધ થયો. હોંગકોંગનો હેંગસેંગ 3.90 ટકા તૂટ્યો. કોરિયાનો કોસ્પી 0.91 ટકા નીચે બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.01 ટકાનો મામુલી ઘટાડો રહ્યો.

યુરોપના બજારોમાં નબળી શરૂઆત
યુરોપીય બજારની શરૂઆત નબળી રહી છે. બ્રિટનના FTSEમાં લગભગ 0.40 ટકાની નબળાઈ રહી છે. ફ્રાન્સના CAC અને જર્મનીના DAXમાં લગભગ 0.5નો ઘટાડો આવ્યો છે.

અમેરિકાના બજારોમાં રહી મજબૂતી
શુક્રવારે અમેરિકાના બજારોમાં મજબૂતી રહી. ડાઉ જોન્સ 0.68 ટકાના ઘટાડા સાથે બંધ થયો. નેસ્ડેકમાં 1.04 ટકાનો ઉછાળો આવ્યો. S&P 500માં 1.01 ટકાની તેજી આવી.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 23 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 163.31 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચી નાંખ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુધ્ધરૂપથી 2187.8 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments