Saturday, September 25, 2021
Homeશેરબજાર : સેન્સેક્સ 274 અંક ઘટીને 52578.76 પર બંધ, જ્યારે નિફ્ટી 15746...
Array

શેરબજાર : સેન્સેક્સ 274 અંક ઘટીને 52578.76 પર બંધ, જ્યારે નિફ્ટી 15746 પર બંધ

ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 274 અંક ઘટીને 52578.76 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 78 અંક ઘટીને 15746 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, SBI, બજાજ ફાઈનાન્સ, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.50 ટકા વધીને 1330.50 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 2.15 ટકા વધીને 13816.05 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 10.44 ટકા ઘટીને 4844.35 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 3.23 ટકા ઘટીને 731.75 પર બંધ રહ્યો હતો.

એશિયામાં મિશ્ર કારોબાર
આજે એશિયાના બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો. જાપાનના નિક્કેઈમાં 0.45 ટકાની મજબૂત રહી હતી. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 2.49 ટકા ઘટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 4.42 ટકા તૂટ્યો. જોકે કોરિયાનો કોસ્પી 0.24 ટકા ઉપર બંધ થયો હતો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.44 ટકાની તેજી રહી હતી.

યુરોપીય બજારોની નબળી શરૂઆત
ચીનના બજારોમાં આવેલા ઘટાડા પછી મંગળવારે યુરોપીય શેરબજારોમાં નબળી શરૂઆત થઈ હતી. યુરોપીય બજારની શરૂઆત નબળી રહી છે. બ્રિટનના FTSEમાં લગભગ અડધા ટકાની નબળાઈ છે. ફ્રાન્સના CACમાં લગભગ 0.40 ટકાની નબળાઈ છે. જર્મનીના DAXમાં લગભગ 0.60 ટકાનો ઘટાડો છે.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ સોમવારે 26 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2376.79 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1551.27 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments