Friday, April 19, 2024
Homeશેરબજાર : સેન્સેક્સ 283 અંક ઘટીને 52306 પર બંધ રહ્યો, ટાટા સ્ટીલ,...
Array

શેરબજાર : સેન્સેક્સ 283 અંક ઘટીને 52306 પર બંધ રહ્યો, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ

- Advertisement -

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 283 અંક ઘટીને 52306 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 85 અંક ઘટીને 15686 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, લાર્સન, ટાટા સ્ટીલ, HDFC, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 1.32 ટકા ઘટીને 1736.80 પર બંધ રહ્યો હતો. લાર્સન 1.29 ટકા ઘટીને 1479.80 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.33 ટકા વધીને 7432.95 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.49 ટકા વધીને 1783.00 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 22 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 1,027 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદયા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 302 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

​એશિયાઈ બજારોમાં મજબૂતી
એશિયાના મહત્ત્વના શેરબજારોમાં મજબૂતીની સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે 3.09 ટકાના ઉછાળા સાથે બંધ થયેલા જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.01 ટકાનો સામાન્ય વધારો છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ દોઢ ટકાની તેજી છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને કોરિયાનો કોસ્પી લગભગ અડધા ટકા ઉપર છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.30 ટકાનો ઘટાડો છે.

અમેરિકાના બજારોમાં રહ્યો વધારો
ગઈકાલે અમેરિકાના બજારોમાં ચારેતરફથી ખરીદી થઈ હતી. ડાઉજોન્સ 0.20ની મજબૂતાઈ સાથે બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.79 ટકાનો ઉછાળો આવ્યો હતો. S&P 500માં 0.51 ટકાનો વધારો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular