Saturday, August 20, 2022
Homeશેરબજાર : સેન્સેક્સ 332 અંક ઘટ્યો, નિફ્ટી 15600ની નીચે
Array

શેરબજાર : સેન્સેક્સ 332 અંક ઘટ્યો, નિફ્ટી 15600ની નીચે

- Advertisement -

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.46 કલાકે સેન્સેક્સ 332 અંક ઘટી 51602 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 73 અંક ઘટી 15501 પર કારોબાર કરી રહ્યો છે. આઈટી, બેન્કિંગ અને ફાઈનાન્શિય સર્વિસ શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જોકે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ 0.75 ટકા ઉછાળો છે.

ટેક મહિન્દ્રા, આઈટીસી, ઈન્ફોસિસના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, આઈટીસી, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.47 ટકા ઘટી 1005.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 1.91 ટકા ઘટી 211.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.80 ટકા વધી 226.20 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.68 ટકા વધી 110.85 પર કારોબાર કરી રહ્યો છે.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 1 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) એ શુદ્ધરૂપથી 449.8 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે તેમણે જેટલા શેર ખરીદયા તેનાથી વધુ શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) એ શુદ્ધરૂપથી 230.49 કરોડ રૂપિયાના શેર ખરીદયા. એટલે કે તેમણે જેટલા શેર વેચ્યા, તેનાથી વધુ કિંમતના શેર ખરીદયા.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ
મંગળવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.13 ટકાના વધારા સાથે 45.86 અંક ઉપર 34575.30 પર બંધ થયા હતા. નેસ્ડેક 0.09 ટકાના ઘટાડા સાથે 12.26 અંક ઉપર 13736.50 પર બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ 2.07 પોઈન્ટ નીચે 4202.04 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા.

જાપાનના બજારમાં ઉછાળો, હોંગકોંગમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 149 પોઈન્ટ ઉપર 28964 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 20 અંકના ઘટાડા સાથે 3604 પર બન્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 178 પોઈન્ટ નીચે 29315 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2 અંકના ઘટાડા સાથે 3219 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 58 પોઈન્ટ ઉપર 7450 પર પહોંચી ગયો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular