શેરબજાર : સેન્સેક્સ 355 અંક ઘટ્યો, નિફ્ટી 15632 પર બંધ

0
0

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 355 અંક ઘટી 52198 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 120 અંક ઘટી 15632 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, HUL, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 6.04 ટકા વધી 3159.20 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.52 ટકા વધીને 7423.20 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, ભારતી એરટેલ, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 3.32 ટકા ઘટીને 982.10 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 2.65 ટકા ઘટી 1232.70 પર બંધ રહ્યો હતો.

એશિયામાં વેચવાલીનું વલણ
આજે પણ એશિયાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કેઈ અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ અડધા ટકા નબળો છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 0.70 ટકાની નબળાઈની સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાના કોસ્પીમાં લગભગ 0.40 ટકાનો ઘટાડો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.20 ટકાની નબળાઈ છે.

અમેરિકા અને યુરોપમાં ભારે ઘટાડો
સોમવારે અમેરિકાના બજારોમાં ભારે વેચવાલી થઈ. ડાઉ જોન્સ 2.09 ટકાના ઘટાડા સાથે બંધ થયો. નેસ્ડેક 1.06 ટકા નુકસાન સાથે બંધ થયો. S&P 500માં 1.58 ટકાનો ઘટાડો આવ્યો. યુરોપીય બજાર પણ ઘટાડાના મારથી બચી શક્યું નથી. બ્રિટનના FTSEમાં 2.34%નો ઘટાડો આવ્યો. ફ્રાન્સનો CAC 2.54 ટકા નબળો થયો, જ્યારે જર્મનીનો DAX 2.62 ટકા તૂટી ગયો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 19 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધ રૂપથી 2,198 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ કુલ શુદ્ધ રૂપથી 1047 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here