Saturday, September 18, 2021
Homeશેરબજાર : સેન્સેક્સ 66 અંક ઘટીને 52586 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી...
Array

શેરબજાર : સેન્સેક્સ 66 અંક ઘટીને 52586 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 15763 પર બંધ રહ્યો

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 66 અંક ઘટીને 52586 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 15 અંક ઘટીને 15763 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, SBI, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.59 ટકા ઘટીને 6228.90 પર બંધ રહ્યો હતો. SBI 2.28 ટકા ઘટીને 431.70 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 10.06 ટકા વધીને 774.00 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 7.24 ટકા વધીને 1209.45 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં નબળાઈ
એશિયાઈ બજારોમાં ચારે તરફ વેચવાલી થઈ. જાપાનનો નિક્કેઈ 1.81 ટકા ઘટાડા સાથે બંધ થયો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.42 ટકા નબળાઈ રહી હતી. હોંગકોંગના હેંગસેંગમાં 1.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરિયાના કોસ્પીમાં 1.24 ટકાનું નુકસાન રહ્યું. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી 0.4 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

યુરોપમાં પણ નબળી શરૂઆત
શુક્રવારે બ્રિટનના FTSEમાં 0.70 ટકાની નબળાઈ છે. જર્મનીના DAXમાં લગભગ 0.80 ટકાનો ઘટાડો છે. ફ્રાન્સના CACમાં 0.10 ટકાની નબળાઈ છે.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, ગુરુવાર 20 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 866.26 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 2046.96 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments