Saturday, September 18, 2021
Homeવ્યાપારશેરબજાર : સેન્સેક્સ 134 અંક વધી 58312 પર કારોબાર કરી રહ્યો, જ્યારે...

શેરબજાર : સેન્સેક્સ 134 અંક વધી 58312 પર કારોબાર કરી રહ્યો, જ્યારે નિફ્ટી 17395 પર

 

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 134 અંક વધી 58312 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 40 અંક વધી 17395 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, કોટક મહિન્દ્રા, લાર્સન, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.22 ટકા વધી 1028.00 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.33 ટકા વધી 1235.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC, HUL, ટાટા સ્ટીલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્લે 0.83 ટકા ઘટી 20264.55 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.89 ટકા ઘટી 7864.00 પર કારોબાર કરી રહ્યો છે.

શેરબજારના પ્રમુખ ઈન્ડેક્સમાં ટોપ ગેનર અને લુઝર શેર્સની સ્થિતિ
BSE પર 3093 શેર્સમાં કારોબાર થઈ રહ્યો છે. જેમાં 2001 શેર્સ વધારા સાથે અને 927 શેર્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 127 અંક ઘટી 58177 પર અને નિફ્ટી 14 પોઈન્ટ ઘટી 17355 પર બંધ થયો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.76 ટકાની મજબૂતીની સાથે 34869 પર બંધ થયો. નેસ્ડેક 0.07 ટકાના ઘટાડા સાથે 15105 અને S&P 500 0.23 ટકાની તેજી સાથે 4468 પર બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments