શેરબજાર : સેન્સેક્સ 185 અંક વધી 52884 પર કારોબાર કરી રહ્યો, જ્યારે નિફ્ટી 56.95 અંક વધી 15847 પર

0
0

ભારતીય શેરબજારમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. બપોરે 1.36 કલાકે સેન્સેક્સ 185 અંક વધી 52884 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 56.95 અંક વધી 15847 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ICICI બેન્ક, મારૂતિ સુઝુકી, HCL ટેક, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 3.48 ટકા વધી 1152.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.48 ટકા વધી 643.15 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે રિલાયન્સ, HUL, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 2.52 ટકા ઘટી 2099.00 પર કારોબાર કરી રહ્યો છે. HUL 1.51 ટકા ઘટી 2452.25 પર કારોબાર કરી રહ્યો છે.

ગુરુવારે સેન્સેક્સ 393 અંક વધીને બંધ રહ્યો
ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 393 અંક વધીને 52699 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 15790 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 3.75 ટકા વધીને 1559.15 પર બંધ રહ્યો હતો. TCS 3.42 ટકા વધીને 3373.60 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.35 ટકા ઘટીને 2153.35 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.99 ટકા ઘટીને 528.80 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 23 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 3156 કરોડ રૂપિયાના શેર ખરીદયા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેના કરતા વધુ શેર ખરીદયા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1317 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here