શેરબજાર : સેન્સેક્સ 230 અંક વધી 52574 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 63 અંક વધી 15746 પર બંધ

0
0

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 230 અંક વધી 52574 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 63 અંક વધી 15746 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર NTPC, ટાઈટન કંપની, SBI, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 3.87 ટકા વધીને 117.95 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.87 ટકા વધીને 1740.85 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, TCS, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 0.82 ટકા ઘટીને 6901.50 પર બંધ રહ્યો હતો. ટીસીએસ 0.74 ટકા ઘટીને 3272.45 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 18 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2680 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર ખરીદયા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 446 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

એશિયામા વેચવાલી, ચીનમાં મજબૂતી
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 3.39 ટકા ઘટ્યો છે. હોંગકોંગના હેંગસેંગમાં 0.96 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરિયાનો કોસ્પી 0.83 ટકા નબળો થયો છે. જ્યારે ચીનન શંઘાઈ કમ્પોઝિટમાં 0.12 ટકાની મજબૂતાઈ આવી. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરી 1.82 ટકા ઘટીને બંધ થયો.

ગ્લોબલ શેર માર્કેટમાં આવ્યો હતો ઝડપી ઘટાડો
શુક્રવારે અમેરિકાના બજાર ઝડપી ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 1.58 ટકાના ઘટાડા સાથે 33290 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.92 ટકાની નબળાઈની સાથે 14030 પર બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 1.31 ટકાના ઘટાડા સાથે 4222 પર બંધ થયો હતો. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here