શેરબજાર : સેન્સેક્સ 237 અંક વધી 50018 પર કારોબાર

0
6

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 237 અંક વધી 50018 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 67 અંક વધી 14797 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્કે 2.07 ટકા વધી 988.00 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.46 ટકા વધી 7207.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે NTPC, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. NTPC 0.91 ટકા ઘટી 109.00 પર કારોબાર કરી રહ્યો છે. પાવરગ્રીડ કોર્પ 0.81 ટકા ઘટી 221.75 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here