Wednesday, October 20, 2021
Homeવ્યાપારશેરબજાર : સેન્સેક્સ 458 અંક વધી 60600 અને નિફ્ટી 18100ને પાર

શેરબજાર : સેન્સેક્સ 458 અંક વધી 60600 અને નિફ્ટી 18100ને પાર

 

ભારતીય શેરબજારોએ આજે ફરી રેકોર્ડ બનાવ્યો છે. બપોરે 12.27 કલાકે સેન્સેક્સ 458 અંક વધી 60742 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 164 અંક વધી 18153 પર કારોબાર કરી રહ્યો છે. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 270 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.

એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપનીના શેર વધ્યા
સેન્સેક્સ પર એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, લાર્સન સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 5.59 ટકા વધી 939.30 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 4.71 ટકા વધી 202.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, HUL, નેસ્લે, ઈન્ડસઈન્ડ, SBI સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.53 ટકા ઘટી 7574.95 પર કારોબાર કરી રહ્યો છે. HUL 0.94 ટકા ઘટી 2649.95 પર કારોબાર કરી રહ્યો છે.

મજબૂતી સાથે ખુલ્યો રૂપિયો
કરન્સી માર્કેટમાં રૂપિયાની શરૂઆત આજે મજબૂતાઈ સાથે થઈ છે. રૂપિયો ડોલરની સરખામણીએ 19 પૈસા મજબૂત થઈને 75.32ના સ્તરે ખુલ્યો છે.

ક્રૂડ 83 ડોલરની પાર
બ્રેન્ટ ક્રૂડનો ભાવ 83 ડોલર પ્રતિ બેરલની પાર થઈ ગયો છે. ગ્લોબલ સપ્લાઈ સાઈડની ચિંતાના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ ઈવેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘુ થઈ ચુક્યું છે.

FII અને DII ડેટા
12 ઓક્ટોબર એટલે કે મંગળવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs) એ બજારમાં 278.32 કરોડની વેચવાલી કરી. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs) એ પણ બજારમાંથી 741.22 કરોડ રૂપિયા કાઢ્યા.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર નબળાઈને સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.34 ટકા ઘટી 34378 પર બંધ થયું. નેસ્ડેક 0.14 ટકા નબળાઈની સાથે 14465 અને S&P 500 0.24 ટકા ઘટી 4350 પર બંધ થયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments