શેરબજાર : સેન્સેક્સ 296 અંક વધીને 49502 પર બંધ રહ્યો, NTPC ના શેર વધ્યા

0
6

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 296 અંક વધીને 49502 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 119 અંક વધીને 14942 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર લાર્સન, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્મા, NTPC, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. લાર્સન 3.89 ટકા વધીને 1395.10 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 3.01 ટકા વધીને 5329.10 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, રિલાયન્સ, HCL ટેક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.22 ટકા ઘટીને 6405.75 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.95 ટકા ઘટીને 1339.50 પર બંધ રહ્યો હતો.

મોટાભાગના એશિયાઈ બજારોમાં વધારો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 166 પોઈન્ટ ઉપર 29524 એ બંધ થયો.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 9 અંકના વધારા સાથે 3427 પર બંધ થયો હતો.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 33 પોઈન્ટ ઘટી 28594 પર બંધ થયો.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 52 અંકના વધારા સાથે 3249 પર બંધ થયો.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 94 અંકના વધારા સાથે 7419 પર બંધ થયો છે.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ
શુક્રવારે તમામ અમેરીકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.66 ટકાના વધારા સાથે 229.23 અંક વધી 34777.80 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.88 ટકાના વધારા સાથે 119.39 અંક વધી 13752.20 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 30.98 પોઈન્ટ ઉપર 4232.60 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પરના પ્રોવિઝનલ ડેટા મુજબ, 7 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 1142.75 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1468.09 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 256 અંક વધી 49206 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી 98 અંક વધી 14823 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here