શેરબજાર : સેન્સેક્સ 42 અંક વધ્યો, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

0
8

ભારતીય શેરબજારો આજે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 42 અંક વધીને 48732 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19 અંક ઘટીને 14677 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, ITC, નેસ્લે, લાર્સન, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 8.51 ટકા વધી 2773.60 પર બંધ રહ્યો હતો. ITC 4.45 ટકા વધીને 212.35 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, ડો.રેડ્ડી લેબ્સ, SBI, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.82 ટકા ઘટીને 891.40 પર બંધ રહ્યો હતો. M&M 2.45 ટકા ઘટીને 741.65 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના બજારો વધારા સાથે બંધ
અમેરિકાના શેરબજારોમાં ઘટાડો ગુરુવારે અટકી ગયો. ગુરુવારે તમામ અમેરિકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉજોન્સ 1.29 ટકાના વધારા સાથે 433.79 અંક ઉપર 34021.40 પર રહ્યો હતો. નેસ્ડેક 0.72 ટકાના વધારા સાથે 93.31 અંક ઉપર 13125.00 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 49.46 પોઈન્ટ ઉપર 4112.50 પર રહ્યો હતો. બીજી તરફ યુરોપમાં ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 12 મેએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 1260.59 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 704.36 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલી કિંમતના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here