Wednesday, September 28, 2022
Homeબિઝનેસશેરબજાર : સેન્સેક્સ 420 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 17600 ની આસપાસ ખુલ્યો

શેરબજાર : સેન્સેક્સ 420 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 17600 ની આસપાસ ખુલ્યો

- Advertisement -

યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાને કારણે સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજારોની શરૂઆત આજે નબળાઈ સાથે થઈ છે. સેન્સેક્સ 445.37 પોઇન્ટ અથવા 0.75 ટકા ઘટીને 59,011.41 પર છે, જ્યારે નિફ્ટી 85.75 પોઇન્ટ અથવા 0.48 ટકા ઘટીને 17621.25ના સ્તરે છે.

આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, એફએમસીજી મેટલ્સ મીડિયા, સેક્ટર સિવાયના તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. બજારમાં ઘટાડા છતાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બેન્કિંગ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 19 શેરોએ જ સવારે લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે, જ્યારે 31 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 11 શેર જ લીલા નિશાનમાં ખુલ્યા છે અને 19 શેર લાલ નિશાન સાથે ખુલ્યા છે.

આજના સત્રમાં જે શેરો ચઢ્યા છે તેના પર નજર કરીએ તો ITC 0.86 ટકા, મારુતિ સુઝુકી 0.55 ટકા, બજાજ ફાઇનાન્સ 0.54 ટકા, HUL 0.41 ટકા, NTPC 0.24 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.13 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.07 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ઘટતા શેરોમાં એચડીએફસી 1.59 ટકા, ટેક મહિન્દ્રા 1.34 ટકા, વિપ્રો 1.30 ટકા, બજાજ ફિનસર્વ 1.22 ટકા, એચસીએલ ટેક 1.03 ટકા, એચડીએફસી બેન્ક 0.95 ટકા, ઇન્ફોસિસ 0.88 ટકા, કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular