Saturday, December 3, 2022
Homeદેશશેરબજાર : સેન્સેક્સ 225 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17100 નજીક

શેરબજાર : સેન્સેક્સ 225 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17100 નજીક

- Advertisement -

એશિયન બજારમાં મિશ્ર વલણને જોરે ભારતીય બજારમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ છે. સોમવારના બ્લડબાથમાં રોકાણકારોએ ₹6.53 લાખ કરોડથી વધુની સંપત્તિ ગુમાવી હતી. ત્યારે આજે બજારમાં ઉછાળા સાથે શરૂઆત થતા રોકાણકારોને થોડી રાહત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય સૂચકાંકો 27 સપ્ટેમ્બરે નિફ્ટી 17100 ની આસપાસ મજબૂત રીતે ખુલ્યા હતા. સેન્સેક્સ 224.23 પોઈન્ટ્સ અથવા 0.39% વધીને 57369.45 પર હતો, અને નિફ્ટી 65.70 પોઈન્ટ્સ અથવા 0.39% વધીને 17082 પર હતો. લગભગ 1467 શેર્સ આગળ વધ્યા છે, 574 શેર્સ ઘટ્યા છે અને 8 શેરમાં ઘટાડો થયો છે.

સેન્સેક્સના 30માંથી તમામ 30 શેરો હાલમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બજાર ખુલ્યાની થોડીવારમાં તમામ સેક્ટરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. PSU બેન્કો 1.33 ટકા અને ઓઇલ એન્ડ ગેસ 1.24 ટકાના ભાવે ટ્રેડ કરી રહ્યા છે. ITમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ફાર્મા, મીડિયા, મેટલ, રિયલ્ટી, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર તમામ સેક્ટરમાં ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular