દેશના શેરબજારમા અફડા તફડીનો માહોલ, સેન્સેક્સમા ૩૭૦ પોઈન્ટનો કડાકો, રૂપિયો પણ ગગડયો

0
18

દેશના અર્થતંત્રમા વધી રહેલી મંદીની અસર ભારતીય શેરબજારમા પણ આજે જોવા મળી છે. જેમાં આજે મુંબઈ શેરબજારમા સપ્તાહના આખરી દિવસે શરૂઆતી કારોબારમા સેન્સેક્સમાં ૩૭૦ અંકોનો ઘટાડો જોવા મળ્યો હતો અને નીફટીમા ૧૦૦ અંકોનો ઘટાડો નોંધયો હતો. જેમા મંદીના માહોલમાથી પસાર થઈ રહેલા ઔધોગિક ક્ષેત્રમા સરકાર તરફથી કોઈ રાહત પેકેજ મળવાની કોઈ સંભાવનાના ના હોવાના લીધે બજારમા વેચવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત અર્થતંત્રમા વ્યાપ્ત મંદીના પગલે ડોલર સામે રૂપિયાની કિંમત નબળી પડી છે અને તે ૭૨ પ્રતિ ડોલર સુધી ગગડ્યો છે.

મુંબઈ શેરબજારમા સવારે સેન્સેક્સ ૯. ૪૦ વાગે ૩૫૨. ૮૫ અંકોના ઘટાડા સાથે ૩૬,૧૨૦.૦૮ પર કારોબાર કરી રહ્યો હતો.જયારે નિફ્ટી ૯૪.૩૦ અંકના ઘટાડા સાથે ૧૦,૬૪૭.૦૫ પર કારોબાર કરી રહી હતી. જો કે તેની બાદ સેન્સેકસમાં ઘટાડો થયો અને તે ૩૭૦ પોઈન્ટ સુધી પહોંચ્યો હતો. જયારે નિફ્ટીમા પણ નબળા વલણ સાથે ૧૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

જયારે ભારતીય રૂપિયો પણ ડોલર સામે નબળો પડીને ૭૨ રૂપિયા પ્રતિ ડોલર પહોંચ્યો હતો. આ પૂર્વે રૂપિયો ગત સત્રની સરખામણીએ ૧૦ પૈસાના ઘટાડા સાથે ૭૧.૯૧ રૂપિયે પ્રતિ ડોલરે ખુલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here