ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી.
ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો.આ કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ગોધરાકાંડની ઘટના બાદ બે દાયકા પછી રામ ભક્તો પાર હુમલાની આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.