કૃષિ કાયદાનો વિરોધ : સિંધુ બોર્ડર પર પથ્થરમારો, ખેડૂતોને 8 વખત અટકાવવાના પ્રયાસ પછી દિલ્હીમાં એન્ટ્રીની મંજૂરી મળી.

0
11

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન દિલ્હીના દરવાજાથી આગળ વધી ગયું છે.અંતે સરકારે નમતુ આપ્યું છે અને ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રી આપી દીધી છે. જો કે, સિંધુ બોર્ડર પર તણાવ વધ્યો છે. અહીંયા હરિયાણા અને પંજાબના ખેડૂત મોટી સંખ્યામાં ભેગા થયા છે. વચ્ચે વચ્ચે પથ્થરમારો પણ થઈ રહ્યો છે.હરિયાણાથી દિલ્હી બોર્ડર સુધી પોલીસે 7 વખત નાકાબંધી કરી, પણ ખેડૂત દર વખત ટ્રેક્ટરના સહારે આગળ વધતા ગયા. મોટી નાકાબંધી એટલે કે ક્યાંક રસ્તા ખોદ્યા, તો ક્યાંક ખાડા કરી દીધા, તો ક્યાંક વોટર કેનનનો ઉપયોગ કર્યો.

સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં ભેગા થયા ખેડૂતો

ખેડૂતોને દિલ્હીના સિંધુ બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા. અહીંયા તે મોટી સંખ્યામાં ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચ્યા હતા. પોલીસે અહીંયા ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. થોડોક પથ્થરમારો પણ થયો હતો. ખેડૂતો દિલ્હીમાં ઘુસવા માટે જીદે ચઢ્યાં હતા. અમુક ખેડૂતો ત્યાં જ ધરણા પર બેસી ગયા અને જમવાનું બનાવવા લાગ્યા. ખેડૂતોનું કહેવું હતું કે, અમે શાંતિથી પ્રદર્શન કરી રહ્યાં છીએ. જેને ચાલુ રાખતા અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. લોકતંત્રમાં પ્રદર્શનની મંજૂરી હોવા જોઈએ.

દિલ્હીમાં સ્ટેડિયમમાં જેલ નહીં બને

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા પોલીસે દિલ્હી સરકાર પાસે 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની મંજૂરી માગી હતી, પણ સરકારે ખેડૂતોનું સમર્થન કરી પોલીસની માંગને ફગાવી દીધી હતી.

પોલીસે રસ્તા ખોદ્યા, પણ ખેડૂતોએ તેમનો રસ્તો બનાવી લીધો

પોલીસે રસ્તા પર ખાડા ખોદી દીધા હતા. ઘણી જગ્યાએ જેસીબી લગાવી દીધા. બેરિકેડિંગ માટે ટ્રકનો ઉપયોગ કર્યો. ત્યારપછી પણ ખેડૂતોના સહારે પોતાનો રસ્તો બનાવતા ગયા. ખેડૂતોની દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારી છે. જેના માટે તે ટ્રેક્ટર પર ગેસ સિલેન્ડર અને ચૂલ્હા લઈને જઈ રહ્યાં છે.

પાનીપતમાં સતત બીજા દિવસે સંઘર્ષ

પોલીસ અને ખેડૂતો વચ્ચે સતત બીજા દિવસે મોટી અથડામણ પાનીપતમાં થઈ. મોટી સંખ્યામાં ખેડૂતો બેરિકેડિંગ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા. પાછળ પાછળ પંજાબના ખેડૂતો પણ હતા. તેમની હરિયાણા પોલીસ સાથે અથડામણ થતી રહી હતી. પાનીપતના સેક્ટર-29ના પોલીસ સ્ટેશન પાસે પોલીસે જેસીબી મશીન બોલાવી લીધા અને રસ્તા ખોદી દીધા. ઘણા ખેડૂત શિવા ગામ પાસે મેઈન હાઈવે પર ખેતરમાંથી પસાર થઈને ઘણા કિલોમીટર લાંબા બેરિકેડને પાર કરીને દિલ્હી તરફ આગળ વધ્યાં.

હરિયાણાના ખેડૂતોનું કહેવું છે કે દિલ્હી પાસે આવેલી સિંધુ બોર્ડર પર જે પોલીસ તહેનાત છે, તે હરિયાણાના ખેડૂત નેતાઓને ઓળખે છે. પંજાબથી ખેડૂત ભાઈઓ આવ્યા છે, એ અમારા મહેમાન છે. એટલા માટે અમે તેમને આગળ નહીં કરીએ, પણ પોલીસનો પહેલો દંડો અમે ખાશું.

પંજાબથી દિલ્હી કૂચ કરવા જીદે ચડેલા ખેડૂતોને પોલીસના વોટર કેનનો માર, રસ્તા જામ કરવા માટે લગાડવામાં આવેલા બેરિકેડ્સ અને ટીઅરગેસના સેલ પણ ન અટકાવી શક્યા. ખેડૂતો સતત આગળ વધી રહ્યા છે. રાતે 2.30 વાગ્યે તેઓ દિલ્હીથી કુંડલી બોર્ડર લગભગ 8 કિમી દૂર હતા. તેમણે કહ્યું, હરિયાણાનાં તમામ બેરિકેડ્સ તોડી દેવાયાં છે, હવે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું. પોલીસે આજે ફરી ટીઅરગેસના સેલ છોડ્યા, પણ ખેડૂતો દિલ્હીમાં ઘૂસવા માટે જીદે ચઢ્યા છે. તેમનું કહેવું છે કે અમે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. એને ચાલુ રાખીને અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. લોકતંત્રમાં પ્રદર્શનની મંજૂરી હોવી જોઈએ.

અપડેટ્સ

  • દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અહિંસક રીતે આંદોલન કરવું દરેક ભારતીયનો અધિકાર છે. સ્ટેડિયમને જેલ નહીં બનાવવા દઈએ.
  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ખેડૂત સંગઠનો સાથે તાત્કાલિક વાત કરો, જેથી દિલ્હીની સરહદ પર તણાવ ઓછો થઈ શકે.
  • દિલ્હી-બહાદુરગઢ હાઈવે પર ટીકરી બોર્ડર પર પણ પોલીસે વોટર કેન અને ટીઅરગેસનો ઉપયોગ કર્યો. અહીં ખેડૂત પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા.
  • દિલ્હી પોલીસે સરકાર પાસે 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની મંજૂરી માગી છે.
  • હરિયાણા-દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો પર પોલીસે આજે ફરી ટીઅરગેસના સેલ છોડ્યા છે. વાહનોને સિંધુ બોર્ડર તરફ જવાથી અટકાવવામાં આવી રહ્યાં છે. દિલ્હી ટ્રાફિક- પોલીસે કહ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી જતાં વાહનો વેસ્ટર્ન-ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેથી અટકાવી શકાય છે.
  • ખેડૂતોના દેખવાને ધ્યાનમાં રાખતાં પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અહીં ખેડૂતોએ આખી રાત જમાવડો કર્યો અને સવારથી નારાબાજી શરૂ કરી દીધી. આજે ઉત્તરપ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઊતરશે.
  • ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં UP નેશનલ હાઈવે અનિશ્વિત સમય માટે જામ કરવાનો નિર્ણય કર્યો છે.
  • સોનીપતમાં ખેડૂત અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનું એક ગ્રુપ પાનીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયું છે. ખેડૂતોએ એવું પણ કહ્યું હતું કે બેરિકેડ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે.
  • ગુરુવારે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવે પર અંબાલામાં સદ્દોપુર બોર્ડર પર ખેડૂતો પર પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને નદીમાં ફેંકી દીધાં અને દિલ્હી તરફ આગળ વધ્યા. નેશનલ હાઈવે જામ થવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો ઘણા કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યા.
પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસે વોટર કેન ચલાવીને ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યો. તસવીર અંબાલાની છે.
પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસે વોટર કેન ચલાવીને ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યો. તસવીર અંબાલાની છે.

 

કેન્દ્રએ કહ્યું- 3 ડિસેમ્બરે વાત કરીશું, પણ ખેડૂતો માગ પર અડગ

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે 3 ડિસેમ્બરે તેમની સાથે વાત કરવામાં આવશે, ખેડૂતો તેમની વાત પર અડગ રહ્યા છે. તેઓ કેન્દ્રનાં ત્રણેય કૃષિ બિલને પાછાં લેવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોને અટકાવવા માટે પોલીસે દિલ્હી બોર્ડર પર ટ્રકને આડી અને ત્રાસી ઊભી કરી છે. બોર્ડર પર વાહનોનો લાંબો જામ છે.

દિલ્હીમાં મજનુના ટીલા ગુરુદ્વારા પાસે ગુરુવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી.
દિલ્હીમાં મજનુના ટીલા ગુરુદ્વારા પાસે ગુરુવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી.

 

લોકો ખેતરના રસ્તે નીકળ્યા, દિલ્હીના રસ્તા આજે પણ બંધ

નેશનલ હાઈવે બંધ થવાથી લોકો પરેશાન જોવા મળ્યા. પંજાબ-હરિયાણા હાઈવે પર ઘણી જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. લોકો ખેતરના રસ્તે જવા મજબૂર થયા. દિલ્હી જવાના રસ્તા આજે પણ બંધ રહેશે.

કરનાલમાં GT રોડ પર ખેડૂત રસ્તા પર જ જમવા બેસી ગયા. આનાથી રસ્તો જામ થઈ ગયો.
કરનાલમાં GT રોડ પર ખેડૂત રસ્તા પર જ જમવા બેસી ગયા. આનાથી રસ્તો જામ થઈ ગયો.

 

ચંદીગઢ-દિલ્હીની 3 હજાર રૂપિયાની એર ટિકિટ 35 હજારમાં વેચાઈ

ખેડૂત આંદોલનને કારણે ચંદીગઢ-દિલ્હી હાઈવે બંધ રહ્યો. આ જ કારણે ચંદીગઢથી દિલ્હી જતી ફ્લાઈટ્સની ટિકિટ 1000 ટકાથી પણ મોંઘી થઈ ગઈ. એર વિસ્તારાએ 3 હજારવાળી ટિકિટ 35 હજારમાં વેચી. એર ઈન્ડિયાએ કહ્યું, ખેડૂતોના વિરોધને કારણે જે યાત્રીઓની ગુરુવારે ફ્લાઈટ છૂટી ગઈ, એને રિશિડ્યૂલ કરાવી શકશે. યાત્રીઓને આ સુવિધા ‘નો શો વેવર’ હેઠળ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here