Wednesday, December 8, 2021
Homeવડોદરા : મન્સૂરી કબ્રસ્તાન પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે સ્થિતિ સંભાળી
Array

વડોદરા : મન્સૂરી કબ્રસ્તાન પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે સ્થિતિ સંભાળી

વડોદરા. શહેરના હાથીખાના પાસે આવેલા મન્સૂરી કબ્રસ્તાન પાસે પથ્થરમારાની ઘટના બની હતી. આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને સ્થિતિને સંભાળી હતી. શનિવારે રાત્રે એક જ કોમના બે જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મન્સૂરી કબ્રસ્તાન અને રોશનનગર પાસે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 4થી 5 લોકોને ઈજાઓ થઈ હતી. જે બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી જઈને સ્થિતિને સંભાળી હતી. વાતાવરણ ડહોળાતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે તપાસ કરતાં માર્ગ પર સંખ્યા બંધ પથ્થરો પડેલા નજરે પડ્યા

મળતી માહિતી મુજબ રાત્રી દરમિયાન એક જ કોમના બે યુવકોના જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં 4થી 5 લોકોને ઈજાઓ થઈ હતી. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ કોરોનાં મહામારી અને બીજી તરફ દશામાના 10 દિવસીય વ્રતના પ્રારંભથી પવિત્ર તહેવારોનો પણ પ્રારંભ થઇ રહ્યો છે તેવામાં શનિવારે રાત્રે હાથીખાના મન્સૂરી કબ્રસ્તાન અને રોશનનગર પાસે એક જ કોમના યુવકો વચ્ચે પથ્થરમારો થયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં માર્ગ પર સંખ્યા બંધ પથ્થરો પડેલા નજરે પડ્યા હતા. જેને લઈ ભારે પથ્થરમારો થયો હોવાની શક્યતા સેવાઈ હતી. આ પથ્થરમારામાં 4થી 5 લોકોને ઈજાઓ થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ આરંભી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments